ETV Bharat / bharat

Gurpatwant singh pannu: SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી - પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવી રહેલા અને યુવાનોને ઉશ્કેરનારા સિખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ આપી છે. ગુરપતવંતસિંહ પન્નએ એક વીડિયો જાહેર કરીને સીએમ માનને આ ધમકી આપી છે અને કહ્યું છે કે, 26મી જાન્યુઆરીએ તેમને મારી નાખશે.

FJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 1:35 PM IST

ચંદીગઢ: પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓ ચલાવી રહેલા અને યુવાનોને ઉશ્કેરનારા સિખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હવે મુખ્યપ્રધાન ભગવંત માનને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક નવો વીડિયો શેર કરીને પંજાબના ગેંગસ્ટરોને તેનો સંપર્ક કરવા માટે કહ્યું છે. પન્નુએ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર માહોલ બગાડવાની ધમકી આપી છે.

ગેંગસ્ટરોનો સંપર્ક કરવા કહ્યું: પન્નુએ તેના નવા રિલીઝ કરેલા વીડિયોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સુધારવાના પંજાબ પોલીસના પ્રયાસોની ટીકા કરી છે. વીડિયોમાં પન્નુ તાજેતરના પોલીસ એન્કાઉન્ટર વિશે વાત કરી રહ્યો છે અને પંજાબ અને વિદેશની જેલમાં બંધ ગેંગસ્ટરોને તેમનો સંપર્ક કરવા માટે કહી રહ્યો છે. એટલું જ નહીં, પન્નુએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લેવામાં આવેલા પગલાંને પણ ખોટા ગણાવ્યા છે.

ભગવંત માનની બેઅંત સિંહ સાથે સરખામણી: પન્નુએ કહ્યું કે, પંજાબ પોલીસ યુવાનો સામે અન્યાય કરી રહી છે અને પછી તેમનું એન્કાઉન્ટર પણ કરી રહી છે. પન્નુએ કહ્યું કે પોલીસ યુવાનોને ગુંડા જાહેર કરીને જેલમાં ધકેલી રહી છે. આ તકે પન્નુએ મુખ્યમંત્રી ભગવંત માનની પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહ સાથે સરખામણી કરી અને કહ્યું કે ભગવંત માન આજના બિઅંત સિંહ છે. જે પંજાબના યુવા છોકરાઓને ગેરમાર્ગે દોરીને તેમને જેલમાં ધકેલી રહ્યા છે અને તેમનું એન્કાઉન્ટર પણ કરી રહ્યા છે. પન્નુએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પર પણ ટિપ્પણી કરી છે. આ વીડિયોમાં આતંકવાદી પન્નુએ વધુમાં વધુ યુવાનોને તેની સાથે જોડાવા માટે કહ્યું છે અને સંદેશ આપ્યો છે કે 26 જાન્યુઆરીના દિવસે મુખ્યમંત્રી ભગવંત માન જ્યાં પણ ધ્વજ ફરકાવશે ત્યાં તેમના પર હુમલો થશે.

  1. India-Maldives row: માલદીવ સરકારે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યું
  2. Aurangabad Mob lynching : બિહારના ઔરંગાબાદમાં મોબ લિંચિંગનો મામલો, 4 લોકોના મો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.