નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે અજાત બાળક, જીવંત અને સધ્ધર ગર્ભના અધિકારોને તેની માતાના નિર્ણયાત્મક સ્વાયત્તતાના અધિકાર સાથે સંતુલન સાધવું પડશે તે સ્પષ્ટ કરીને સુપ્રીમ કોર્ટે એક પરિણીત મહિલા બે બાળકોની માતાને તેની 26 અઠવાડિયાના ગર્ભનું અબોર્શન કરવાની મંજૂરી આપતા તેના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું કે, અમે એક બાળકની હત્યા કરી શકીએ નહીં.
ગર્ભપાતની મંજૂરીનો આદેશ : આ મામલે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને તેના વકીલ જણાવ્યું કે, મહિલાને થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની સંભાવના વિશે વાત કરો. ખંડપીઠમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા. તેઓએ 27 વર્ષીય મહિલા માટે હાજર રહેલા વકીલને પુછ્યું કે, શું તમે ઈચ્છો છો કે અમે એઈમ્સના ડોક્ટરોને ભ્રુણનો ગર્ભપાત કરાવવાનું કહીએ ?
કેન્દ્ર સરકારની અરજી : જ્યારે વકીલે નકારમાં જવાબ આપ્યો ત્યારે ખંડપીઠે કહ્યું કે, જ્યારે મહિલાએ 24 અઠવાડિયાથી વધુ સમય સુધી રાહ જોઈ છે, તો શું તે થોડા વધુ અઠવાડિયા માટે ગર્ભને જાળવી ન શકે, જેથી એક તંદુરસ્ત બાળકના જન્મની સંભાવના હોય ? ખંડપીઠે આ કેસની સુનાવણી શુક્રવારના રોજ સવારે 10.30 વાગ્યે નક્કી કરી છે. બુધવારે જ્યારે બે ન્યાયાધીશોની બેન્ચે મહિલાને તેના 26 અઠવાડિયાના ભ્રુણનો ગર્ભપાત કરવાની મંજૂરી આપતા 9 ઓક્ટોબરના આદેશને પાછો ખેંચવાની કેન્દ્ર સરકારની અરજી પર વિભાજિત ચુકાદો આપ્યો. ત્યારબાદ આ મામલો CJIની અધ્યક્ષતા હેઠળની બેન્ચ સમક્ષ આવ્યો હતો.
ગર્ભપાતની મંજૂરી : ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર 9 ના રોજ સર્વોચ્ચ અદાલતે મહિલાને ભ્રુણના તબીબી ગર્ભપાતની મંજૂરી આપી હતી. કારણ કે, તે ડિપ્રેશનથી પીડાતી હતી અને ભાવનાત્મક, આર્થિક અને માનસિક રીતે ત્રીજા બાળકને ઉછેરવાની સ્થિતિમાં નહોતી.