હૈદરાબાદ : તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ ગુરુવારે મોડી રાત્રે તેમના ઘરે લપસીને પડ્યા હતા. તેમને તાત્કાલિક શહેરની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, 69 વર્ષીય કેસીઆર ઘરમાં પડી ગયા હતા અને તેમના પગ અને પીઠમાં ઈજા થઈ છે. ડૉક્ટરોએ માહિતી આપી છે કે તેમના હિપનું હાડકું પણ તૂટી ગયું છે. જોકે, ડોક્ટર મેડિકલ ટેસ્ટ બાદ જ સર્જરી અંગે નિર્ણય લેશે.
-
Telangana BRS MLC K Kavitha tweets "BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon." pic.twitter.com/Y9m2EHrqqO
— ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Telangana BRS MLC K Kavitha tweets "BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon." pic.twitter.com/Y9m2EHrqqO
— ANI (@ANI) December 8, 2023Telangana BRS MLC K Kavitha tweets "BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon." pic.twitter.com/Y9m2EHrqqO
— ANI (@ANI) December 8, 2023
કે. કવિતાએ પોસ્ટ કરી જાણ કરી : બીઆરએસ એમએલસી અને કેસીઆરની પુત્રી કવિતાએ તેના પિતાના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. પોસ્ટ કરતી વખતે, તેમણે લખ્યું કે BRS સુપ્રીમો કેસીઆર ગારુને સામાન્ય ઈજાઓ થઈ છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. તેમણે KCR ને મળી રહેલા સતત સમર્થન અને શુભેચ્છાઓ પર ખુશી વ્યક્ત કરી. તેમણે આગળ લખ્યું કે તમારી શુભકામનાઓથી પિતા જલ્દી સ્વસ્થ થઈ જશે.
વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર થઈ : તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023માં BRS પાર્ટીને માત્ર 39 બેઠકો મળી છે. સતત બે ટર્મ સુધી મુખ્યમંત્રી બન્યા બાદ કેસીઆરને સત્તામાંથી બહાર થવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં કોંગ્રેસે 64 સીટો જીતી છે. જ્યારે ભાજપને 8 બેઠકો મળી હતી.
30 નવેમ્બરે મતદાન થયું હતું : રાજ્યમાં 30 નવેમ્બરે 119 વિધાનસભા સીટો માટે મતદાન થયું હતું, મતગણતરી 3 ડિસેમ્બરે થઈ હતી. તેલંગાણા રાજ્યની રચના થઈ ત્યારથી કેસીઆર સત્તામાં હતા. આ વખતે તે હેટ્રિક ફટકારવામાં ચૂકી ગયા હતા. ગુરુવારે રાજ્યમાં નવી સરકારની રચના પણ થઈ હતી. કોંગ્રેસના રેવન્ત રેડ્ડીએ નવા સીએમ તરીકે શપથ લીધા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. રેવંત રેડ્ડી સિવાય 10 મંત્રીઓએ પણ શપથ લીધા છે.