ETV Bharat / bharat

Telangana assembly elections 2023: તેલગાંણાના મતદારોને આકર્ષવા માટે ભાજપની દિગ્ગજ મેદાનમાં, મોદી-શાહ સહિત ટોચના નેતાઓ કરશે ઝંઝાવાતી પ્રચાર - તેલંગાણા વિધાનસભા ચૂંટણી

તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર-પ્રસાર માટે આગળના કાર્યક્રમ માટે ભાજપે પોતાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આગામી થોડા દિવસોમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં સામેલ કરાશે. જેમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અનેક ટોચના દિગ્ગજનેતાઓના નામ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે, 30 નવેમ્બરે 119 બેઠક ધરાવતી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

Telangana assembly elections 2023
Telangana assembly elections 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 12:37 PM IST

હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર માટે ભાજપે ટોચના નેતાઓની યાદી તૈયાર કરી છે. આ નેતાઓને 10 દિવસમાં ચૂંટણી પ્રચારમાં સામેલ કરવાની યોજના છે. આ મહિનાની 18 થી 28 તારીખ સુધીમાં અને પ્રચારના અંત સુધી, ભાજપના રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતાઓ સમગ્ર તેલંગાણાનો પ્રવાસ કરશે. મધ્યપ્રદેશમાં 15મીએ અને રાજસ્થાનમાં 23મીએ ચૂંટણી પ્રચાર પૂરો થઈ રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓએ રાજ્યમાં ટોચના દિગ્ગજ નેતાઓ દ્વારા ઝંઝાવાતી તોફાની પ્રચારનું આયોજન કર્યું છે.

મોદી-શાહ સહિત ભાજપના ટોચના નેતા મેદાનેઃ અત્યાર સુધીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પ્રચાર સભાઓ અને રોડ શો કરવાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ-અલગ દિવસે રોડ શોમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી 24, 25 અને 27 તારીખે તેલંગાણા ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. તેમની સભાઓ આદિલાબાદ, મેડક અને કરીમનગરના સંયુક્ત જિલ્લાઓમાં યોજાશે. જ્યારે કેન્દ્રીય ગૃહ અમિત શાહ 18મી સહિત ત્રણ તબક્કામાં પ્રચારમાં ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ચૂંટણી પ્રચાર માટે 5 દિવસ નક્કી કર્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા સહિત ઘણા નેતાઓ હૈદરાબાદ તેમજ વિવિધ સ્થળોએ રોડ શો અને રેલીઓમાં ભાગ લેશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સાથે અમિત શાહ અને જનસેના પ્રમુખ પવન કલ્યાણ પણ હૈદરાબાદમાં રોડ શોમાં ભાગ લેશે.

18મી નવેમ્બરે ભાજપનો ચૂંટણી ઢંઢેરોઃ 18મીએ અમિત શાહની ચાર બેઠકઃ ભાજપના પ્રદેશ મહામંત્રી જી. પ્રેમેન્દ્ર રેડ્ડીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, અમિત શાહ આ મહિનાની 18મીએ રાજ્યમાં 4 ચૂંટણી પ્રચાર સભાઓમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અમિત શાહ શનિવારે સવારે 10 વાગ્યે ગડવાલામાં પ્રથમ જાહેર સભામાં ભાગ લેશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તે જ દિવસે સાંજે 6 વાગે તેઓ દિલ્હી પરત ફરશે. અમિત શાહની સભા પહેલા 17મીએ યોજવાનું આયોજન હતું, પરંતુ તેમને 18મીએ બદલવામાં આવી છે. તે એ જ દિવસે ભાજપનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડશે અને વર્ગીકરણ અંગે MRPS નેતાઓ સાથે ખાસ બેઠક યોજશે.

  1. Telangana polls: તેલંગાણામાં 606 ઉમેદવારોનું ચૂંટણી લડવાનું સપનું રોડાયું, 2,898 ઉમેદવારી પત્રોમાંથી 606 ઉમેદવારીપત્ર રદ્દ કરતું ચૂંટણી પંચ
  2. PM Modi in Jharkhand: વડા પ્રધાન મોદી ઝારખંડથી વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવશે, ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પણ આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.