ETV Bharat / bharat

તેલંગાણાની જનતાએ કેસીઆર અને કેટીઆરને જવાબ આપ્યો છેઃ કર્ણાટકના Dy CM શિવકુમાર - જનતાએ આપ્યો જવાબ

તેલંગાણા વિધાનસબા ચૂંટણીમાં કૉંગ્રેસની નિર્ણાયક જીતથી કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન શિવકુમાર બહુ ખુશ છે. તેમણે તેલંગાણાની જનતાએ કેસીઆર અને બીઆરએસ નેતા કે ટી રામારાવને જવાબ આપ્યો છે તેવું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ કૉંગ્રેસની જીત પર આ બાબત જણાવી છે. Telangana Assembly Election 2023 Karnataka Dy CM Shivkumar

તેલંગાણાની જનતાએ કેસીઆર અને કેટીઆરને જવાબ આપ્યો છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 5:36 PM IST

હૈદરાબાદઃ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે રવિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને બીઆરએસ નેતા કે ટી રામારાવ પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે તેલંગાણાની જનતાએ જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે. અત્યારે કૉંગ્રેસ તેલંગાણામાં બહુમતના આંકડા સુધી પહોંચી ગઈ છે. તેમણે કૉંગ્રેસને આપેલ સ્પષ્ટ બહુમત બદલ તેલંગાણાની જનતાનો આભાર માન્યો છે. તેમણે તેલંગાણાના લોકોએ પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તનને પસંદ કર્યુ છે.

  • #WATCH | Hyderabad, Telangana: Karnataka Deputy CM DK Shivakumar says, "The people of Telangana have decided that there must be change, there must be change for progress, and development. He (Revanth Reddy) is the PCC president. He is the team leader. Our party will take the… pic.twitter.com/PGQn7W9YUk

    — ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૌથી યુવા રાજ્યમાં મુખ્ય પ્રધાનના ચહેરા વિશે પુછતા કૉંગ્રેસ નેતાએ જણાવ્યું કે આ નિર્ણય પક્ષ કરશે. રેવંત રેડ્ડી પીસીસી અધ્યક્ષ છે. તેઓ અમારા ટીમ લીડર છે. અમારી પાર્ટી મુખ્ય પ્રધાન અંગેનો નિર્ણય લેશે. ચૂંટણી બધાએ સાથે મળીને લડી હતી. તેમણે તેલંગાણાની જનતાએ કેસીઆર અને કેટીઆરને જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું. રેવંત રેડ્ડી કૉંગ્રેસમાંથી લોકસભા બેઠક મલ્કાજગિરિનું પ્રતિનિધિત્વ કરે છે.

આ અગાઉ 2009 અને 2014માં ટીડીપીથી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં અને 2018 દરમિયાન તેલંગાણા વિધાનસભામાં કોડંગલ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2017માં ટીડીપી છોડીને કૉંગ્રેસમાં ભળી ગયા હતા. જૂન 2021માં તેમણે એન ઉત્તમ કુમાર રેડ્ડીની જગ્યાએ તેલંગાણા પ્રદેશ કૉંગ્રેસ કમિટિના અધ્યક્ષના રુપમાં નિમણુક કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆર વર્ષ 2014માં રાજ્યના બન્યા બાદ બીઆરએસ તરફથી સત્તામાં છે. કૉંગ્રેસે સરળતાથી બહુમતનો આંકડો પાર કરી લેવાથી હૈદરાબાદમાં કૉંગ્રેસ કાર્યાલય પર ઉજવણીનો માહોલ છે.

કાર્યકરોએ બાય બાય કેસીઆરનો સુત્રોચ્ચાર કર્યો. તેલંગાણા ચૂંટણીનું પરિણામ કૉંગ્રેસ માટે મહત્વના છે આ આત્મવિશ્વાસ સાથે કૉંગ્રેસ લોકસભા 2024ની ચૂંટણીમાં ઉતરશે. કર્ણાટક અને તેલંગાણામાં મળેલ જીતને લીધે કૉંગ્રેસને લોકસભા ચૂંટણીમાં દક્ષિણના રાજ્યોમાં ફાયદો મળી શકે તેમ છે. આ જીતને લીધે કૉંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ નેતાઓમાં પણ ઊર્જાનો સંચાર થયો છે. તેલંગાણામાં ભાજપે પ્રમુખ પદ પરથી બંડી સંજયને હટાવ્યા તેથી તેમની પીછેહઠ થઈ હોવાનું માનવામાં આવે છે. તેલંગાણામાં કુલ 109 પક્ષોના 2,290 ઉમેદવારો ચૂંટણી જંગ લડ્યા હતા. જેમાં 221 મહિલાઓ હતી જ્યારે 1 ટ્રાંસજેન્ડરનો પણ સમાવેશ થાય છે. આ વખતે કુલ 103 સીટીંગ એમએલએ ફરીથી ચૂંટણી લડ્યા હતા. 2018માં બીઆરએસ(તે સમયે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) 119માંથી 88 બેઠકો જીતી હતી. જ્યારે કૉંગ્રેસ 19 બેઠકો જીતીને બીજા નંબરે રહી હતી.

  1. ત્રણ રાજ્યોમાં છવાયો મોદી મેજિક તો તેલંગાણામાં ચાલી કોંગ્રેસની ગેરંટીઓ
  2. નફરતના રાજકારણને બદલે વિકાસના રાજકારણનો વિજય થયો- હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.