ETV Bharat / bharat

ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ - IPC કલમ 468 અને 194

સામાજિક કાર્યકર અને ભૂતપૂર્વ પત્રકાર તિસ્તા સેતલવાડ દ્વારા દાખલ કરવામાં આવેલી નિયમિત જામીન અરજીની સુનાવણી કરતી વખતે સેશન્સ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. ગુજરાત પોલીસે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની આ અરજીનો વિરોધ કર્યો હતો. SITના એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ મોટા ષડયંત્રને ઘડતી વખતે સેતલવાડનો રાજકીય ઉદ્દેશ ચૂંટાયેલી સરકારને બરતરફ અથવા અસ્થિર કરવાનો હતો.

ભાજપ સરકારને બરતરફ કરવાના ષડયંત્રનો ભાગ હતી તિસ્તા સેતલવાડ

author img

By

Published : Jul 16, 2022, 1:05 PM IST

Updated : Jul 16, 2022, 2:32 PM IST

અમદાવાદઃ ગુજરાત પોલીસે શુક્રવારે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. 2002ના રમખાણો પછી રાજ્યમાં ભાજપ સરકારને (BJP government) બરતરફ કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે હાથ ધરવામાં આવેલા "મોટા ષડયંત્ર"નો તે એક ભાગ હતો, એવો દાવો પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ એફિડેવિટમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:કર્ણાટક સરકારે સરકારી ઓફિસમાં ફોટોગ્રાફીને લઇને આપ્યો મહત્વનો ચુકાદો

એડિશનલ સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે SITનો (Special Investigation Team) જવાબ રેકોર્ડ પર લીધો હતો અને જામીન અરજી પર સુનાવણી સોમવારે રાખી હતી. ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવાના આરોપમાં ભૂતપૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે.

SITના એફિડેવિટમાં શું આવ્યું: ગુજરાતમાં, SITના એફિડેવિટમાં (Affidavit of SIT) જણાવ્યું હતું કે, "આ મોટું કાવતરું ઘડતી વખતે અરજદાર સેતલવાડનો રાજકીય ઉદ્દેશ ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનો અથવા અસ્થિર કરવાનો હતો. તેણીએ નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના પ્રયાસોના બદલામાં હરીફ રાજકીય પક્ષ પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવ્યા હતા. એક સાક્ષીના નિવેદનને ટાંકીને SITએ કહ્યું કે, આ કાવતરું સ્વર્ગસ્થ અહેમદ પટેલના (Ahmed Patel) ઈશારે કરવામાં આવ્યું હતું. પટેલના કહેવા પર, સેતલવાડને 2002માં ગોધરા પછીના રમખાણો (Godhra riots) પછી 30 લાખ રૂપિયા મળ્યા હતા, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. SITએ વધુમાં દાવો કર્યો હતો કે, સેતલવાડ ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓના નામો રમખાણોના કેસોમાં ફસાવવા માટે દિલ્હીમાં તે સમયે સત્તામાં રહેલા અગ્રણી રાષ્ટ્રીય પક્ષના નેતાઓને મળતા હતા.

આ પણ વાંચો: ISSF વર્લ્ડ કપ ચાંગવોનમાં ભારતના ઐશ્વરીએ શાનદાર પ્રદર્શન કર્યું...

IPC કલમ 468 અને 194 હેઠળ ગુનો નોંધાયો: તેણે દાવો કરવા માટે અન્ય એક સાક્ષીને ટાંક્યો હતો કે, 2006માં સેતલવાડે કોંગ્રેસના એક નેતાને પૂછ્યું હતું કે પાર્ટી શા માટે "ફક્ત શબાના અને જાવેદને જ તક આપી રહી છે" અને તેણીને રાજ્યસભાના સભ્ય કેમ બનાવતી નથી. ગયા મહિને, ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યાના એક દિવસ પછી રાજ્ય પોલીસે સેતલવાડની ધરપકડ (Arrest of Setalwad) કરી હતી. તેણી સામે શ્રીકુમાર અને ભટ્ટ સાથે અન્ય ગુનાઓ વચ્ચે IPC કલમ 468 બનાવટ અને 194 ,મૂડીના ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદા સાથે ખોટા પુરાવા આપવા અથવા બનાવટી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Last Updated : Jul 16, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.