ન્યુઝ ડેસ્ક: નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ ખૈલાયાઓમાં અનેરો થનગનાટ પણ વધ્યો છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ,પુરુષો અલગ-અલગ ટેટુ (trending tatoo on navratri 2022) બનાવડાવતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ભાતના ટેટૂ બનાવડાવીને ગરબે ઘુમવા જતા હોય છે.
નવરાત્રિને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે, લોકો જુદી જુદી રીતે નવરાત્રિની તૈયારીઓમાં (Navratri preparations) લીન થઈ ગ્યાં છે. નવરાત્રી આવે એટલે બહેનો ને યાદ આવે ચણિયા ચોલી, જ્વેલરી, અને દાંડિયા. વર્ષ દરમિયાન કબાટના ખૂણામાં મુકેલી ચણિયાચોળી નવરાત્રી ના દિવસો માં કબાટ માનું સૌથી મહત્વ નું પહેરવેશ થઈ જાય છે.
દર વર્ષે જેમ નવરાત્રિમાં નવા નવા ગરબા લોન્ચ થતાં હોંય છે, તેવી જ રીતે દર વર્ષે ગરબા પ્રેમીઓ માટે બજારમાં નવી નવી વસ્તુઓ સ્થાન લેતી હોંય છે. નવરાત્રીમાં પુરુષો અને સ્ત્રીઓ દરેકગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતાં હોંય છે. ખાસ કરીને બહેનો જુદા જુદા પ્રકાર ના આભૂષણો પહેરી, શરીર પર ટેટુ કરાવી, જુદા જુદા પ્રકાર ની ફેશનેબલ ડિઝાઇનર ચાણિયાચોળીપહેરી ગરબા માટે તૈયાર થતી હોંય છે. ગરબા રસિકોમાં આ વખતએ નવરાત્રાને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ગોધરા શહેરની યુવતીઓ કે જેઓના તાજેતરમાં જ લગ્ન થયા છે અને પહેલી વખત જ સાસરીમાં ગરબે ઝૂમવાની છે.
તેવી યુવતીઓ જુદા જુદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે. ટેટૂમાં મુખ્યત્વે માં અંબાના ફોટા વાળા ટેટૂ, પોતાના નામ વાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ, તથા અવનવીન પ્રકાર ની ડિઝાઈન વાળા ટેટૂ કરાવી ગરબા માટે ની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે નવરાત્રી ના તહેવારને અનુલક્ષી છેલ્લા એક મહિના થી ખાસ કરીને 18 વર્ષ થી 35 વર્ષ ની આસરે 200થી વધુ કન્યાઓ અને મહિલાઓએ નવરાત્રિ માટે ટેટૂ પડાવ્યા છે.
ટેટૂ કેટલા પ્રકાર ના હોંય છે : ટેટૂ મુખ્યત્વે 2 પ્રકારના (types of Tatoo) હોંય છે, જેમાં એક કાયમી ટેટૂ, અને બીજું ટેમ્પરરી ટેટૂ.
ટેટૂ પડાવવાની ની કિંમત શું હોંય છે: કાયમી ટેટૂ જો બ્લેક એન્ડ વ્હાઇટ કરાવો તો એક ઈંચના 500 રૂપિયા અને જો કલર કરાવો તો એક ઈંચ ના 750 રૂપિયા થતાં હોંય છે.જ્યારે ટેમ્પરરી ટેટૂ 150/- થી શરૂ થાય છે અને જુદી જુદી ડિઝાઈન પ્રમાણે જુદી જુદી કિંમત હોંય છે.