ETV Bharat / bharat

ટાટા સ્ટીલે જમશેદપુરમાં શરુ કર્યો પહેલો કાર્બન કેપ્ચર પ્રોજેક્ટ - India's First Plant

ટાટા સ્ટીલે જમશેદપુર (ઝારખંડ)માં ભારતનો પહેલો કાર્બન કેપ્ચર પ્લાન્ટ શરૂ કર્યો છે. આ સાથે જ ટાટા સ્ટીલ કાર્બન કેપ્ચર ટેકનોલોજી અપનાવનારી દેશની પહેલી કંરની બની ગઈ છે.

કાર્બન કેપ્ચર ટેકનોલોજી અપનાવનારી દેશની પહેલી સ્ટીલ કંપની

author img

By

Published : Sep 15, 2021, 4:22 PM IST

  • ટાટા સ્ટીલે 5 TPD કાર્બન પ્લાન્ટ ચાલું કર્યો
  • જમશેદપુરમાં શરૂ કર્યો પ્લાન્ટ, CO2નો ફરીથી ઉપયોગ કરશે
  • કાર્બન કેપ્ચર ટેકનોલોજી અપનાવનારી દેશની પહેલી સ્ટીલ કંપની

જમશેદપુર: ટાટા સ્ટીલે મંગળવારના પોતાના જમશેદપુર વર્ક્સમાં 5 ટન પ્રતિ દિવસ (TPD) કાર્બન પ્લાન્ટ ચાલું કર્યો, જેનાથી તે આવી કાર્બન કેપ્ચર ટેકનોલોજી અપનાવનારી દેશની પહેલી સ્ટીલ કંપની બની ગઈ છે. ટાટા સ્ટીલ સર્કુલર કાર્બન ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે સાઇટ પર કેપ્ચર કરવામાં આવેલા CO2નો ફરીથી ઉપયોગ કરશે.

એમાઇન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ

આ કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન (CCU) સુવિધા એમાઇન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને કેપ્ચર કરવામાં આવેલા કાર્બનને ઑનસાઇટ ફરીથી ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ કરે છે. ઘટેલા CO2 ગેસને વધેલા કેલરી મૂલ્ય સાથે ગેસ નેટવર્ક પર પાછો મોકલવામાં આવે છે. ઓછા ખર્ચે CO2 કેપ્ચર ટેકનોલોજીની વૈશ્વિક કંપની કાર્બન ક્લીનનાં ટેકનિકલ સપોર્ટથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

ટાટા સ્ટીલના CEO અને MDએ ઉદ્ઘાટન કર્યું

CCU પ્લાન્ટનું ઉદ્ઘાટન ટાટા સ્ટીલના CEO અને MD ટી.વી. નરેન્દ્રને કંપનીના અધિકારીઓ અને અન્ય ગણમાન્ય અધિકારીઓની હાજરીમાં કર્યું. નરેન્દ્રને કહ્યું કે, ટાટા ગ્રુપના અગ્રણી મૂલ્યોના અનુરૂપ, અમે ડીકાર્બોનાઇઝેશનની દિશામાં પોતાની સફરમાં આ વ્યૂહાત્મક પગલા લેવામાં આવ્યા છે. અમે સારી આવતીકાલ માટે નવા માપદંડો સ્થાપિત કરીને સ્થિરતાથી ઉદ્યોગમાં સૌથી આગળ બન્યા રહેવાની પોતાની શોધને ચાલું રાખીશું.

દેશમાં મજબૂત ઇકોસિસ્ટમના નિર્માણ માટે CSIR સાથે હાથ મિલાવ્યા

તેમણે કહ્યું કે, આ 5 TPD CO2 કેપ્ચર પ્લાન્ટમાંથી મેળવેલા ઓપરેશનલ અનુભવ અમને ભવિષ્યમાં મોટા કાર્બન કેપ્ચર પ્લાન્ટ્સ સ્થાપવા માટે જરૂરી ડેટા અને આત્મવિશ્વાસ આપશે.આગામી પગલા તરીકે, અમે એક્સેસ પાથ સાથે સંકલિત CO2 કેપ્ચરની વિસ્તૃત સુવિધાઓ સ્થાપિત કરવા માંગીએ છીએ. સપ્ટેમ્બર 2020માં ટાટા સ્ટીલે દેશમાં કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ (CCUS) ક્ષેત્રમાં કામ કરવા માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) સાથે પેરિસ કરારમાં હાથ મિલાવ્યા હતા, જેથી દેશમાં ડીકાર્બોનાઇઝેશન પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવી શકે.

વધુ વાંચો: એર ઇન્ડિયાના વિનિવેશ માટે આજે અંતિમ બિડ, ટાટા જૂથ પણ રેસમાં

વધુ વાંચો: GSTમાં પેટ્રોલ-ડીઝલને કરવામાં આવી શકે છે સામેલ, 17 સપ્ટેમ્બરના કાઉન્સિલની બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.