ચેન્નાઈ: Tata IPL 2023 Eliminator મેચ બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ LSG અને મુંબઈ ઈન્ડિયન્સ MI વચ્ચે રમાઈ રહી છે. આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો અને લખનઉને જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે લખનઉના બેટ્સમેન રન ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 20 ઓવરમાં લખનઉની ટીમ 101 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ લખનઉની 81 રને શરમજનક હાર થઈ હતી.
GT vs MI Qualifier 2 : આજની Eliminator મેચનું પરિણામ આવી ગયું છે. હવે 26 મે, 2023ને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ GT vs MI વચ્ચે IPL 2023 Qualifier 2 સાંજે 7.30 વાગ્યે રમાશે. તેમાં જે જીતશે તે IPL Finals 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 28 મે, 2023ને રવિવારે સાંજે 7.30 કલાકે રમશે અને ફાઈનલ મેચ પણ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે.
MIની બેટિંગઃ ઈશાન કિશાન (વિકેટ કિપર) 12 બોલમાં 3 ચોક્કા ફટકારીને 15 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 10 બોલમાં 1 ચોક્કો ને 1 સિક્સ મારીને 11 રન કર્યા હતા. કેમરોન ગ્રીન 23 બોલમાં 6 ચોક્કા ને 1 સિક્સ મારીને 41 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 20 બોલમાં 2 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 33 રન બનાવ્યા હતા. તિલક વર્મા 22 બોલમાં 2 સિક્સ ફટકારીને 26 રન કર્યા હતા. ટિમ ડેવિડ 13 બોલમાં 13 રન કર્યા હતા. નેહલ વઠેરા 12 બોલમાં 2 ચોક્કા ને 2 સિક્સ મારીને 23 રન બનાવ્યા હતા. ક્રિસ જોર્ડન 7 બોલમાં 4 રન કર્યા હતા. ઋતિક શોકીન 1 બોલમાં શૂન્ય રન હતા. ટીમને 16 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા.
LSGની બોલીંગઃ કુનાલ પંડ્યા(કેપ્ટન) 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. ક્રિશ્નાપ્પા ગોવથમ 1 ઓવરમાં 8 રન આપ્યા હતા. નવીન ઉલ હક 4 ઓવરમાં 38 રન આપી 4 વિકેટ ઝડપી હતી. યશ ઠાકુર 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ ઝડપી હતી. મોહસીન ખાન 3 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 30 રન આપ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગઃ કાયલ મેયર્સ 13 બોલમાં 3 ચોક્કા મારીને 18 રન બનાવ્યા હતા. પ્રેરક માંકડ 6 બોલમાં 3 રન કર્યા હતા. ક્રુનાલ પંડ્યા (કેપ્ટન) 11 બોલમાં 1 ચોક્કો મારીને 8 રન કર્યા હતા. માર્કસ સ્ટોઈનિસ 27 બોલમાં 5 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 40 રન બનાવ્યા હતા. આયુષ બદાની 7 બોલમાં 1 રન કર્યો હતો. નિકોલસ પુરન(વિકેટ કિપર) 1 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. દીપક હૂડા 13 બોલમાં 15 રન કર્યા હતા. ક્રિશ્નપ્પા ગોવથમ 3 બોલમાં 2 રન કરીને રનઆઉટ થયા હતા. રવિ બિશ્નોઈ 6 બોલમાં 3 રન બનાવ્યા હતા. નવીન ઉલ હક 5 બોલમાં 1 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. મોહસીન ખાન 7 બોલમાં શૂન્ય રને બોલ્ડ થયા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ લખનઉની ટીમ 20 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ જેશન બેરેન્ડ્રોફ 3 ઓવરમાં 21 રન આપ્યા હતા. આકાશ મધવાલ 3.3 ઓવરમાં 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડન 2 ઓવરમાં 7 રન આપી 1 વિકેટ લીધી હતી. કેમરોન ગ્રીન 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. ઋતિક શોકીન 1 ઓવરમાં 18 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી.
મેચ રમાઈ તે પહેલાનું એનાલિસીસઃ આ મેચમાં જે ટીમ હારશે તે આ IPL 2023 સિઝનમાંથી બહાર થઈ જશે. જ્યારે વિજેતા ટીમને ફાઇનલમાં પહોંચવા ગુજરાત ટાઈટન્સ ( GT ) સાથે રમવું પડશે. ( Tata IPL 2023 Playoffs )
આંકડા લખનઉ સુપર જાયન્ટ્સની તરફેણમાં: બંને ટીમો આ મેચ માટે તૈયાર છે અને પ્રેક્ટિસની સાથે સાથે પોતાની રણનીતિ બનાવવામાં પણ વ્યસ્ત છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લી ઘણી મેચોથી સારું રમી રહી છે, આવી સ્થિતિમાં કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે તેને હરાવવાનું આસાન નહીં હોય. જો કે આંકડા લખનઉ સુપર જાયન્ટ્સની તરફેણમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સની નબળાઈ તેની બોલિંગ: મુંબઈ ઈન્ડિયન્સના તમામ મુખ્ય બેટ્સમેનો ફોર્મમાં પરત ફર્યા છે, રોહિત શર્મા રન બનાવી રહ્યો છે, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં છે. ટીમ ડેવિડ અને કેમરન ગ્રીન પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તિલક વર્માએ પણ પોતાના બેટથી બધાને પ્રભાવિત કર્યા છે. જોફ્રા આર્ચર અને જસપ્રિત બુમરાહની ગેરહાજરી છતાં, મુંબઈ ઈન્ડિયન્સે પ્લે-ઓફમાં જગ્યા બનાવી લીધી છે. ક્યાંક ને ક્યાંક મુંબઈ ઈન્ડિયન્સની નબળાઈ તેની બોલિંગ છે.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઇન-અપ મજબુત: આ મેચમાં ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે કારણ કે તે જાણે છે કે જો ટીમ પાસે આવી બેટિંગ લાઇન-અપ હોય તો તે 200+નો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી શકે છે. મુંબઈની બોલિંગ ફરી એકવાર અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાના હાથમાં રહેશે, જે 20 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર છે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે: ફોર્મમાં પરત ફરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવવાનું સરળ નથી. જો કે આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે અને ત્રણેય મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે જીત મેળવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ તમામ મેચ લીગ તબક્કામાં રમાઈ હતી. જે પણ ટીમ પ્લેઓફના દબાણનો સામનો કરવામાં સક્ષમ હશે, તે ટીમ આવતીકાલની શાનદાર મેચ જીતશે.
લખનઉની ટીમ સંતુલિત ટીમ જણાય છે: બોલિંગની કમાન ફરી એકવાર યુવા સ્પિનર રવિ બિશ્નોઈના હાથમાં રહેશે, જે 16 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર છે. કેએલ રાહુલ ઘાયલ થયા બાદ કૃણાલે સારી કેપ્ટનશીપ કરી છે અને બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કર્યું છે. માર્કસ સ્ટોઇનિસ, કાયલ માયર્સ અને નિકોલસ પૂરન પાસેથી ફરી એકવાર સારી ઇનિંગ્સ રમવાની અપેક્ષા રાખવામાં આવશે. લખનઉ સુપર જાયન્ટ્સ સારી રીતે જાણે છે કે મુંબઈ ઈન્ડિયન્સની નબળાઈ તેની બોલિંગ છે, આવી સ્થિતિમાં એલએસજીના બેટ્સમેનો મુંબઈ ઈન્ડિયન્સના નબળા બોલિંગ આક્રમણનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે.
મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
લખનઉ સુપર જાયન્ટ્સના સંભવિત પ્લેઈંગ 11: કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કરણ શર્મા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃષ્ણપ્પા ગૌતમ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન
આ પણ વાંચો: