ETV Bharat / bharat

રાજ્ય સરકાર શરૂ કરશે મહિલાઓ માટે માસિક સહાયતા યોજના, મળશે 1000 રોકડા - monthly assistance scheme for women

તમિલનાડુના નાણાં પ્રધાન પલાનીવેલ થિયાગા રાજને બજેટમાં સોમવારે પરિવારોને એક મહિનાની સહાય યોજનાનું એલાન કરી દીધું છે. મગલિર ઉરીમાઈ (મહિલા સશક્તિકરણ યોજના) તરીકે ઓળખાતી માસિક સહાય યોજનાથી મહિલાઓને સીધો લાભ મળી રહેવાનો છે. જે અંતર્ગત ઘરની મહિલાઓને આર્થિક મદદ મળી રહેવાની છે.

રાજ્ય સરકાર શરૂ કરશે મહિલાઓ માટે માસિક સહાયતા યોજના, મળશે 1000 રોકડા

author img

By

Published : Mar 20, 2023, 7:37 PM IST

ચેન્નઈઃ તમિલનાડુ રાજ્ય સરકારે સોમવારે બજેટ 2023-24માં મહિલાલક્ષી મોટું એલાન કરી દીધું છે. જેના કારણે મહિલાઓને આર્થિક લાભ થવાનો છે. રાજ્યમાં ઘરની લાયક મહિલા વડાઓ માટે રૂ. 1,000 માસિક સહાય યોજના આ વર્ષે 15 સપ્ટેમ્બરથી મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન દ્વારા શરૂ કરવામાં આવશે. રાજ્યના નાણા પ્રધાન પલાનીવેલ થિયાગરાજને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે યોજનાના અમલીકરણ માટે જરૂરી મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Punjab Internet Shutdown : પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા અંગે હાઈકોર્ટમાં અરજી

શું બોલ્યા પ્રધાનઃ વર્તમાન બજેટમાં આ યોજના માટે 7,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગ્રણી દ્રવિડિયન નેતા અને દ્રવિડ મુનેત્ર (DMK)ના સ્થાપક સી.એન. અન્નાદુરાઈ (1909-1969)ની જન્મજયંતિ 15 સપ્ટેમ્બરે છે. તેમણે 1967 થી 1969 દરમિયાન રાજ્યમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યું હતું. વર્ષ 2021 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન, ડીએમકે વડાએ પરિવારની મહિલા વડાને 1,000 રૂપિયાની આર્થિક સહાયનું વચન આપ્યું હતું.

આરોપ લગાવ્યો હતોઃ ચૂંટણી બાદ મુખ્ય વિપક્ષ AIADMKએ સ્ટાલિન પર આ વચન પૂરું ન કરવાનો આરોપ લગાવ્યો. ત્યારે શાસક ડીએમકેએ કહ્યું હતું કે આ યોજના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 50 ટકાથી વધુ મહિલા મતદારો સાથે, આ જાહેરાત ચોક્કસપણે ડીએમકેની વોટ બેંકને મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ Anil Jaisinghani Arrested: અમૃતા ફડણવીસ લાંચ કેસમાં બુકી અનિલ જયસિંઘાની ગુજરાતથી ધરપકડ

મહિલાઓને ફાયદોઃ તામિલનાડુમાં 3,04,89,866 પુરૂષ મતદારો અને 3,15,43,286 મહિલા મતદારો છે જે તાજેતરના ચૂંટણી પંચના ડેટા મુજબ છે. ડીએમકે પ્રમુખ અને મુખ્ય પ્રધાન સ્ટાલિને તાજેતરમાં ઈરોડ (પૂર્વ) પેટાચૂંટણી માટેના તેમના પ્રચાર દરમિયાન ખાતરી આપી હતી કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે. આ યોજના શરૂ કરવાની તારીખ જાહેર કરવામાં આવશે. જો કે, મુખ્ય વિરોધ પક્ષ AIADMK દ્વારા આ યોજનાનો અમલ ન કરવા બદલ ડીએમકેને ઘણીવાર નિશાન બનાવવામાં આવી છે. જોકે, બજેટમાં આ અંગેની મોટી જાહેરાત થતા મહિલાઓને ખરા અર્થમાં ફાયદો મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.