કુડ્ડલોર (તામિલનાડુ) : તમિલનાડુના કુડ્ડલોર માં (Tamil Nadu Cuddalore Incident)નેલ્લીકુપ્પમ અરુંગુનમ પાસે કેડિલમ નદીના ડેમ પર હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. અહીં ન્હાવા ગયેલી 6 કિશોરી અને એક મહિલા સહિત સાત લોકો ડૂબી ગયા (7 drown in Kedilam River) અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. ડેમના ઉંડા ભાગમાં નહાવા ગયેલી મહિલા અને કિશોરીઓ ડૂબી જવા પામી હોવાનું કહેવાય રહ્યુ છે.
આ પણ વાંચો: આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત
આ ઘટનાથી વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકોની ઓળખ નવનીતા (19), સુમુતા (16), પ્રિયા (17), મોનિકા (15), સંગીતા (17), પ્રિયદર્શિની (14) અને કાવિયા (12) તરીકે થઈ છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.