- જમ્મુ કાશ્મીરમાં 3 અલગ અલગ સ્થળો પર દેખાયો ડ્રોન (Suspected drones)
- BSFના જવાનોએ કર્યુ ફાઇરિંગ
- ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા
જમ્મુ કાશ્મીર : પાકિસ્તાન હવે આકાશ દ્વારા આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાને ભારતમાં ડ્રોન સર્વેલન્સનું નાપાક કૃત્ય કર્યું છે. શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જમ્મુ -કાશ્મીરના સાંબા જિલ્લામાં રાત્રે 3 અલગ અલગ સ્થળો પર ફરતા જોવા મળ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી. જોકે, સુરક્ષા દળો દ્વારા ફાયરિંગ કર્યા બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા.
પોલીસે પાંચ કિલોગ્રામ IED સામગ્રી સાથે લઈ જઈ રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પડ્યો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 8.30 વાગ્યે બારી-બ્રાહ્મણ, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારોમાં એક જ સમયે ડ્રોન જોવા મળ્યા હતા. લગભગ એક સપ્તાહ પહેલા અહીંની સરહદ નજીક કનચક વિસ્તારમાં પોલીસે પાંચ કિલોગ્રામ IED સામગ્રી સાથે લઈ જઈ રહેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પડ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનોએ પાકિસ્તાન પરત ફરતા ડ્રોન પર ચિલાદ્યા પર ગોળીબાર કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય બે ડ્રોન જમ્મુ-પઠાણકોટ હાઇવે પર બારી બ્રાહ્મણ અને ગગવાલ ખાતે સંવેદનશીલ સ્થાનો પર ફર્યા બાદ તરત જ આકાશમાંથી ગાયબ થઈ ગયા હતા.
આ પણ વાંચો : Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ
જમ્મુના કાનાચક વિસ્તારમાં એક ડ્રોનને તોડી પાડ્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અન્ય સુરક્ષા દળો સાથે ઘટનાસ્થળે સંપૂર્ણ તપાસ માટે રવાના થઈ છે. અધિકારીઓએ કહ્યું કે આ સંદર્ભમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. 23 જુલાઈના રોજ જમ્મુ -કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જમ્મુના કાનાચક વિસ્તારમાં એક ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાનથી ભારતની સરહદમાં આવ્યું હતું.
આ પણ વાંચો : કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇ દિલ્હીની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ડ્રોન બ્લાસ્ટ
ગયા મહિનાની શરૂઆતમાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ડ્રોન બ્લાસ્ટ થયો હતો. જેમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનો હાથ જણાવવામાં આવ્યો હતો. જોકે, બ્લાસ્ટમાં કેટલાક જવાન ઘાયલ થયા હતા. દેશમાં ડ્રોન એટેકના વધતા જતા ખતરાઓને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે વિદેશોથી ડ્રોન એન્ટી-ટેકનોલોજી ખરીદવાની સાથે સાથે દેશી ઉત્પાદિત ટેકનોલોજી લેવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.