- જમ્મુમાં સેનાના મહત્ત્વના સ્થળો ડ્રોનની ગતિવિધિ
- કુંજવાની, સુંજવાન, કાલુચક વિસ્તાર નજીક ડ્રોનની શંકાસ્પદ હિલચાલ
- બે દિવસથી જમ્મુમાં ઓછામાં ઓછા ચાર વખત ડ્રોનની ગતિવિધિ થઈ હોવાનું નોંધાયું
જમ્મુઃ જમ્મુના રત્નુચક-કાલુચક લશ્કરી સ્ટેશન પર ડ્રોન ગતિવિધિ નિષ્ફળ બનાવ્યાના એક દિવસ બાદ ફરી વધુ (Suspected drone activity) શંકાસ્પદ ડ્રોન હિલચાલ સોમવારે મોડી રાત્રે કુંજવાનીમાં જોવા મળી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી જમ્મુમાં ઓછામાં ઓછા ચાર વખત ડ્રોનની ગતિવિધિ થઈ હોવાનું નોંધાયું છે. જેમાંથી બેને સામાન્ય નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે ડ્રોન જોવામાં આવ્યું હતું. તે પછી તે ગાયબ થઈ ગયું. સુરક્ષા દળોએ આ ડ્રોનને કુંજવાની, સુંજવાન, કાલુચક વિસ્તાર નજીક જોયું હતું. સૈન્ય ડ્રોનની હિલચાલ અંગે સાવચેત છે.
સૈનિકોની નજરે ચડ્યાં બે ડ્રોન
સોમવારે રત્નુચક-કાલુચક લશ્કરી ક્ષેત્ર પરના બે ડ્રોન સજાગ સૈનિકોની નજરે ચડ્યાં હતાં એમ સંરક્ષણ મંત્રાલયના જાહેર સંપર્ક અધિકારી લેફ્ટન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. પીઆરઓએ જણાવ્યું કે, "તરત જ હાઈએલર્ટ કરી ક્વિક રિએક્શન ટીમોએ ડ્રોન પર ફાયરિંગ કરી રોક્યાં હતાં." આ પહેલા સોમવારે પણ જમ્મુમાં (Suspected drone activity) બે ડ્રોન જોવા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કયા હવાઈ માર્ગેથી ડ્રોન આવ્યું, તપાસ અધિકારીઓ હજી સુધી શોધી શક્યા નથી. તપાસ અધિકારીઓએ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. જો કે, તમામ સીસીટીવી રસ્તાની બાજુમાં સ્થાપિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટકો છોડતું ડ્રોન કાં તો સરહદની પાર અથવા અન્ય કોઈ ગંતવ્ય તરફ રાત્રિ દરમિયાન શહેરના બહારના જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં ઉડતું હતુું. જમ્મુ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય સરહદનું હવાઈ અંતર 14 કિ.મી. છે.
સંશાધનોને કોઇ નુકસાન નહીં
IAF દ્વારા માહિતી આપવામાં આવી હતી કે રવિવારે સવારે જમ્મુ એરફોર્સ સ્ટેશનના (Drone attack on Jammu Air Force Station) તકનીકી વિસ્તારમાં ડ્રોન દ્વારા બે વિસ્ફોટ કરવામાં આવ્યાં હતાં. વિસ્ફોટોમાંના એકને કારણે બિલ્ડિંગની છતને થોડું નુકસાન થયું હતું જ્યારે બીજો વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. જેમાં કોઇ સાધનોને નુકસાન થયું ન હતું પરંતુ બે જવાનને સામાન્ય ઇજા થઈ હતી. દેશમાં કોઈ મહત્વના એરિયામાં પાકિસ્તાન સ્થિત શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનો પહેલો ડ્રોન હુમલો છે. પંજાબના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિનકર ગુપ્તાએ સોમવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ડ્રોન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે.
300થી વધુ ડ્રોન અને અજાણી ઉડતી ચીજો જોવા મળી
કેન્દ્રીય એજન્સીઓના જણાવ્યા અનુસાર 2019માં કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને રદ કર્યા પછી પાકિસ્તાન સાથેની સંવેદનશીલ સરહદ પર 300થી વધુ ડ્રોન અને અજાણી ઉડતી ચીજો (યુએવી) નજરે (Suspected drone activity) પડી છે.સેનાના જવાનોએ રત્નુચક-કાલુચક સ્ટેશન ઉપર ઉડતા બે ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, જે બાદમાં ગુમ થયાં હતાં. જમ્મુના એરફોર્સ સ્ટેશન પર બે ડ્રોન દ્વારા હુમલો (Drone attack on Jammu Air Force Station) કર્યા બાદ રવિવારે વહેલી સવારમાં આ ઘટના બની હતી. સરકારે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેકની તપાસ એનઆઈએને સોંપી છે.
આ પણ વાંચોઃ ડ્રોન યુદ્ધ: શું ભારત નવા યુએવી પડકાર માટે તૈયાર છે ?