સુરત: શહેરના પાંડેસરા, ડીંડોલી અને કડોદરા વિસ્તારમાં એક મધ્યપ્રદેશની ગેંગ (Surat Police arrests inter state gang ) ચોરી અને લૂંટના ગુન્હામાં સોડવાયેલ હતી. એમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતી અમીઝરા રેસીડેન્સી, કેસરી નંદન રોહ હાઈટ્સ તથા ભેસ્તાન વિસ્તારમાં આવેલ રામેશ્વરમ હાઈટ્સ, સોમેશ્વરા પાસે આવેલ શિવમ રો હાઉસ, તમામ જગ્યાએ રાત્રિના સમય દરમિયાન અલગ અલગ દિવસે ચોરી અને એક ધાઢનો પણ બનાવ બન્યો હતો.
પાંચે ગેંગસ્ટર મધ્યપ્રદેશના રહેવાસી: આ ગેંગના સભ્યો મુદ્દા માલ સાથે સિદ્ધાર્થ નગર તરફ જતા હોય તેવી બાતમીના આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગૅંગના પાંચે સભ્યો મધ્યપ્રદેશના રહેવાસી (Gujarat Madhya Pradesh Interstate Gang) છે. જેમાં રમશે બાબુ મેળા, હીરાસિંગ, રાજુસિંગ, મગન અને મુકામ બિછું મેળા આ લોકોને 2.લાખ 75 હજારનો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવો એક પછી એક આ વિસ્તારમાં બનતા હતા જેને કારણે પોલીસની માટે પણ એક મોટો પડકાર ઉભો થઈ ગયો હતો. અને આજે આ ગેંગને પકડ્યા પછી આ ગેંગના અન્ય લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમને પણ પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે: હવે અંજલિના કાકાએ કરી માગ
સોસાયટીની દીવાલો કૂદીને પ્રવેશ: વધુમાં જણાવ્યું કે, આ ગેંગ એવી રીતે ચોરી કરતી હતી કે, કોઈપણ સોસાયટી ફ્લેટ જે આજુબાજુ ખુલ્લા પ્લોટો હોય, ખેતરો હોય, ત્યાં આ ગેંગ જઈને બપોર કાંતો સાંજના સમયે બેસી જતા હતા. એ જ્યારે રાતે લોકોની અવરજવર બંધ થતી હતી ત્યારે સોસાયટીની દીવાલો કૂદીને અંદર જતા હતા. અને ત્યાંના ઘરોમાં ચોરી કરતા હતા. તે ઉપરાંત ચોરી કરવા જતા હતા ત્યારે કોઈ એકલો વ્યક્તિ મળી જતો ત્યારે તેને પણ ચાકુ બતાવી તેની પાસે રહેલી તમામ ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ જતા હતા. આ ગેંગની માહિતી મધ્યપ્રદેશ પોલીસ અને ગુજરાતના અન્ય શહેરના પોલીસને પણ આપવામાં આવી છે. જેથી આ ગેંગ દ્વારા જો અન્ય ગુનાઓ કરવામાં આવ્યા હોય તો તેની પણ જાણ થઈ શકે. (Surat Crime News)
આ પણ વાંચો: રશિયાથી ગુજરાત રાતોરાત ગભરાટ ફેલાવનાર ફ્લાઇટ રડાર પર જૂઓ વીડિયો
સૌથી મોટો પ્રશ્ન: આ તમામ આરોપીઓએ શહેરના પાંડેસરા, સરોલી, કડોદરા, ભેસ્તાન અને સોમેશ્વરમાં ચોરી અને ધાડ પાડવામાં આવી હતી. જોકે ચોરી અને ધાડના બનાવમાં એક પછી એક ઘટનાને અંજામ આપતા હતા જેને કારણે પોલીસ માટે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. પરંતુ અંતે પાંડેસરા પોલીસને બાતમીના આધારે સિદ્ધાર્થ નગરથી આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કરી છે. (Surat News Today )