ETV Bharat / bharat

EWS અનામત પર 'સુપ્રિમ'ની મહોર, SCમાં મોદી સરકારની મોટી જીત - સુપ્રીમ કોર્ટ

એડમિશન અને સરકારી નોકરીઓમાં EWS ક્વોટા અંગે દાખલ કરવામાં આવેલી (centers 10 percent ews quota )અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો આપ્યો છે.

EWS અનામતની માન્યતા પર આજે આવશે સુપ્રીમ કોર્ટનો નિર્ણય!

author img

By

Published : Nov 7, 2022, 10:04 AM IST

Updated : Nov 7, 2022, 11:17 AM IST

નવી દિલ્હી: આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને પ્રવેશ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના 103મા બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે(centers 10 percent ews quota ) પોતાનો ચુકાદો સંભળાવશે. તારીખ 7 નવેમ્બરે સર્વોચ્ચ અદાલતની વેબસાઈટ પર અપલોડ કરાયેલ કારણ સૂચિ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે ચુકાદો સંભળાવ્યો છે

EWS આરક્ષણ યથાવત: બંધારણમાં સુધારો કરીને કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતાં EWS આરક્ષણને યથાવત રાખ્યું છે. પાંચ જજની બેન્ચમાં ચાર જજોએ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યોગ્ય ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટમાં પડકાર: સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખી છે. 5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં તેને મોદી સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં ચાર જજોએ EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS આરક્ષણ પર અસંમતિ વ્યક્ત કરી હતી

સુધારાનો વિરોધ: સર્વોચ્ચ અદાલતે, તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા પછી, તારીખ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે.? શિક્ષણશાસ્ત્રી મોહન ગોપાલે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.

અનામત જાળવી રાખે: બેન્ચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, (supreme courts on ews quota )જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર હોઈ શકે નહીં અને જો તે આ અનામત જાળવી રાખે તો સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહની (મંડલ)ના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે.

મજબૂત બચાવ: બીજી તરફ, તત્કાલીન એટર્ની જનરલ અને સોલિસિટર જનરલે સુધારાનો મજબૂત બચાવ કર્યો હતો, અને કહ્યું હતું કે તે હેઠળ આપવામાં આવેલ આરક્ષણ અલગ હતું અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો (SEBCs) માટેના 50 ટકા ક્વોટા સાથે ચેડા કર્યા વિના આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેથી, સુધારેલી જોગવાઈ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી.

અરજીઓ દાખલ કરી: સુપ્રીમ કોર્ટે 40 અરજીઓ પર સુનાવણી કરી. બંધારણ સુધારો (103મો) અધિનિયમ 2019 ની માન્યતાને લગભગ તમામ અરજીઓમાં પડકારવામાં આવી છે, જેમાં 'જનહિત અભિયાન' દ્વારા 2019માં દાખલ કરવામાં આવેલી મુખ્ય અરજીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે EWS ક્વોટા કાયદાને પડકારતા પડતર કેસોને નિર્ણય માટે સર્વોચ્ચ અદાલતમાં સ્થાનાંતરિત કરવા વિવિધ ઉચ્ચ અદાલતોને વિનંતી કરતી કેટલીક અરજીઓ દાખલ કરી હતી. કેન્દ્રએ 103મા બંધારણીય સુધારો અધિનિયમ, 2019 દ્વારા પ્રવેશ અને સરકારી સેવાઓમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની જોગવાઈ કરી છે.

Last Updated : Nov 7, 2022, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.