ETV Bharat / bharat

SC Adani-Hindenburg Dispute: અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, મામલો થશે સ્પષ્ટ

author img

By

Published : May 12, 2023, 9:56 AM IST

દેશમાં જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એવા અદાણી-હિંડનબર્ગ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. અદાણી ગ્રૂપના શેરની કિંમતમાં ફેરફાર કર્યાનો આરોપ છે. જોકે, ફરી એકવખત આ કાયદાકીય પગલાંઓને લઈને અદાણીના શેરમાં ઉપરનીચે કંઈક થઈ શકે એવા એંધાણ છે.

SC Adani-Hindenburg Dispute: અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, મામલો થશે સ્પષ્ટ
SC Adani-Hindenburg Dispute: અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, મામલો થશે સ્પષ્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અદાણી હિંડનબર્ગ કેસમાં વિવાદીત મામલે સુનાવણી થવાની છે. આ કેસમાં થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. શેરની કિંમતમાં ફેરફાર, હેરાફેરી અને કેટલીક માહિતી આપવાના કેસમાં તપાસ પૂરી થયા બાદ આ સુનાવણી થઈ રહી છે. સેબની અરજી પર ફરી એકવખત વિચારણા થાય એવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુપ્રીમનો આદેશઃ અદાણી ગ્રૂપ પર શેરના ભાવમાં ચેડાં કરવાનો અને ખોટી નિયમનકારી માહિતી પૂરી પાડવાનો આરોપ છે. તારીખ 2 માર્ચના રોજ, સર્વોચ્ચ અદાલતે સેબીને આ આરોપોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમેરિકન કંપની હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી જૂથની કંપનીઓના માર્કેટ વેલ્યુ (મૂડીકરણ)માં $140 બિલિયનના ઘટાડા બાદ ભારતીય રોકાણકારોને સુરક્ષા પૂરી પાડવા માટે કોર્ટે એક સમિતિની પણ રચના કરી હતી.

પારડીવાલાની બેંચ કરશે સુનાવણીઃ સર્વોચ્ચ અદાલતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી કારણ સૂચિ અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ અરજીઓની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એએમ સપ્રેની આગેવાની હેઠળની છ સભ્યોની સમિતિએ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સુપરત કર્યો હોવાના મીડિયા અહેવાલોને પગલે સુનાવણીનું મહત્વ છે.

સમય વધારવાની માંગઃ વર્તમાન નિયમનકારી શાસનનું મૂલ્યાંકન કરવા અને પ્રક્રિયાને મજબૂત કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં, બજાર નિયમનકાર સેબીએ અદાણી જૂથ દ્વારા શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપો અને તેના નિયમનકારી અહેવાલોમાં ખામીઓની તપાસ પૂર્ણ કરવા માટે છ મહિનાનો સમય વધારવાની માંગ કરી હતી.

અરજીમાં શું સ્પષ્ટ કર્યુંઃ સેબીએ સર્વોચ્ચ અદાલતમાં તેની એક અરજીમાં કહ્યું છે કે નાણાકીય અનિયમિતતાઓ અથવા કપટપૂર્ણ વ્યવહારો સંબંધિત સંભવિત ઉલ્લંઘનોને શોધવા માટે તેને છ મહિના વધુ સમયની જરૂર છે. સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત જસ્ટિસ સપ્રે સમિતિને સેબીના અધ્યક્ષ સહિત કેન્દ્ર અને અન્ય વૈધાનિક એજન્સીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

1) રામ જન્મભૂમિ બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ કેસની પ્રક્રિયા શરૂ, સંબંધિત 8 અરજીઓ પર સુનાવણી

2) Ashneer Grover: BharatPe ના ભૂતપૂર્વ MD અશ્નીર ગ્રોવર અને તેની પત્ની વિરુદ્ધ FIR નોંધાઈ

કોર્ટની ચોખવટઃ કોર્ટે 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયા બાદ શેરબજારમાં અસ્થિરતાને કારણે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. તાજેતરમાં, હિંડનબર્ગ રિસર્ચનો અહેવાલ બહાર આવ્યા બાદ, અદાણી જૂથના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, અદાણી જૂથે આરોપોને ફગાવી દીધા છે કે તેણે તમામ કાયદાઓનું પાલન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.