ETV Bharat / bharat

Cauvery River Water Issue: સુપ્રીમ કોર્ટે કાવેરી જળ ફાળવણી મુદ્દે તમિલનાડુની અરજીને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ બી.આર. ગવાઈની અધ્યક્ષતાવાળી બેન્ચે તમિલાનાડુ સરકારની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમે કાવેરી વોટર મેનેજમેન્ટને ઓથોરિટી(CWMA)ને સક્ષમ સંસ્થા ગણાવી છે અને તેના નિર્ણયના હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. વાંચો ઈટીવી ભારતના સુમિત સક્સેનાનો રિપોર્ટ.

સુપ્રીમ કોર્ટે કાવેરી જળ ફાળવણી મુદ્દે તમિલનાડુની અરજીને ફગાવી દીધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 3:42 PM IST

નવી દિલ્હીઃ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 28 સપ્ટેમ્બર સુધી કર્ણાટકને 5,000 ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. તમિલનાડુ સરકાર આ આદેશ વિરૂદ્ધ સુપ્રીમમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં CWMAના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની અરજી ફગાવી દીધી છે CWMAનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો છે.

CWMA એક સક્ષમ સંસ્થાઃ સુપ્રીમના ન્યાયાધિશ ગવાઈએ જણાવ્યું કે CWMA એક સક્ષમ સંસ્થા છે. આ સંસ્થાને જે તે પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવો તે વધુ ખબર પડે છે. CWMAના નિર્ણયમાં સુપ્રીમનો હસ્તક્ષેપ યોગ્ય નથી. બેન્ચે ન્યાયાધિશ પી. એસ. નરસિંહા અને પ્રશાંત કુમાર મિશ્રાને દર પંદર દિવસ CWMA દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણનો આદેશ આપ્યો છે. તેમજ જે તે પરિસ્થિતિ માટે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે. તમિલનાડુએ 5,000 ક્યુસેક પાણીના બદલામાં 7,200 ક્યુસેક પાણી કર્ણાટક પાસેથી માંગતી અરજી કરી હતી. જેને એપેક્ષ કોર્ટે ફગાવી દીધી હતી. એપેક્ષ કોર્ટે કર્ણાટક દ્વારા તમિલનાડુને 5,000 ક્યુસેક પાણી આપવાના નિર્ણય વિરૂદ્ધમાં કરાયેલી અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી.

CWMAનો નિર્ણય યોગ્યઃ સુનાવણી દરમિયાન સુપ્રીમે પાણીની ઓછી આવક, નબળું ચોમાસુ અને તેના જેવા બીજા અનેક આયામોને ધ્યાને રાખીને CWMAના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તમિલનાડુ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે વર્તમાન પરિસ્થિતિમાં કર્ણાટકે તમિલનાડુને 7,200 ક્યુસેક પાણી આપવું જોઈએ, પરંતુ કર્ણાટક તમિલનાડુને રોજ 5,000 કયુસેક પાણી પુરૂ પાડે છે. રોહતગી એ CWMA દ્વારા કાવેરી વોટર રેગ્યુલેટરી કમિટિ (CWRC)ના નિર્ણય પર વિચાર્યા વિના મંજૂરી આપી છે. તેમણે તમિલનાડુમાં 5 લાખ એકરમાં ઊભેલા પાકની ચિંતા પણ વ્યક્ત કરી હતી.

CWMAનો નિર્ણય વચગાળાનો નિર્ણયઃ સુપ્રીમની બેન્ચે CWMAને નિષ્ણાંત સંસ્થા ગણાવી છે. તેમણે CWMAના નિર્ણયને વચગાળાનો નિર્ણય ગણાવ્યો છે. આ નિર્ણય જે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો હોવાનું બેન્ચે નોંધ્યું છે. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશવર્યા ભાટી અને વરિષ્ઠ વકીલ એક. વસિમ કાદરીએ કર્ણાટકને CWMAના નિર્ણય અનુસાર પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવા નિર્દેશ કર્યો છે.

કર્ણાટક માટે હિત વિરોધી નિર્ણયઃ કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન અને મોહન કટારકીએ CWMAના 5,000 ક્યુસેક પાણીના જથ્થાને પૂરો પાડવાના નિર્ણયને કર્ણાટક રાજ્યના હિત વિરોધી ગણાવ્યો છે. કાઉન્સિલે જણાવ્યું કે કર્ણાટક માટે આ માત્ર ખેતી માટે જરૂરી એવા સિંચાઈનો મુદ્દો નથી પરંતુ બેંગાલુરુ, મૈસુર અને રાજ્યની મધ્યમાં આવેલા જિલ્લાના નાગિરકો માટે પીવાના પાણીનો પણ મુદ્દો છે.

48 ટકા વરસાદની ઘટઃ એપેક્ષ કોર્ટે CWMA અને CWRCના નિર્ણયને આ વર્ષના ચોમાસામાં 48 ટકા વરસાદની ઘટને લઈને યોગ્ય ગણ્યો છે. બંને પક્ષોની વિગતવાર દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમિલનાડુની અરજી ફગાવી દીધી છે અને CWMAના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી દીધી છે.

  1. Karnataka News: ડીકે શિવકુમાર કર્ણાટક વિધાનસભાના પરિસરમાં પ્રવેશતા પહેલા ટેકવ્યું માથું
  2. તમિલનાડુ: મધ્ય સમુદ્રમાં એક માછીમારી બોટ ડૂબી ગઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.