ETV Bharat / bharat

NEET PG Counselling: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, OBC અને EWSને મળશે અનામતનો લાભ

સુપ્રીમ કોર્ટે NEETમાં OBC, EWS ક્વોટા કેસ પર પોતાનો ચુકાદો (Supreme Court ruling on NEET) આપ્યો છે. કોર્ટના નિર્ણય બાદ હવે કાઉન્સેલિંગનો રસ્તો (NEET PG Counselling) સાફ થઈ ગયો છે.

author img

By

Published : Jan 7, 2022, 11:36 AM IST

NEET PG Counselling
NEET PG Counselling

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે (શુક્રવારે) NEET-PG કાઉન્સેલિંગમાં અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા કેસ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સત્ર માટે સરકારની 27 ટકા OBC અનામતની (OBC and EWS Reservation in Neet) યોજનાને મંજૂરી આપી દીધી છે.

હાલમાં દેશમાં રેસિડેન્ટ ડોક્ટરોની ભારે અછત

સુપ્રીમ કોર્ટે આ સત્રમાં OBC અને EWS ક્વોટા (OBC and EWS quota in NEET) માટે સરકારની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સાથે NEET PGના વિદ્યાર્થીઓને રાહત મળી છે. કારણ કે હવે કાઉન્સેલિંગનો રસ્તો સાફ થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા ક્વોટાની 27 ટકા સીટો પર OBC કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત (Supreme Court Decision ON NEET) આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે કે NEET-PG કાઉન્સેલિંગની પ્રક્રિયા જલ્દી શરૂ થવી જોઈએ, આ રાષ્ટ્રીય હિતમાં છે. કારણ કે હાલમાં દેશમાં રેસિડેન્ટ ડોક્ટરોની ભારે અછત છે.

રાષ્ટ્રીય હિતમાં NEET PG કાઉન્સેલિંગ શરૂ કરવું જરૂરી છે: સુપ્રીમ કોર્ટ

કોર્ટે કહ્યું કે NEET-PG અને UGમાં ઓલ ઈન્ડિયા સીટો પર OBC આરક્ષણની માન્યતા અકબંધ છે. અમે પાંડે કમિટીની ભલામણ સ્વીકારીએ છીએ, જેથી પ્રવેશ પ્રક્રિયા અવ્યવસ્થિત ન બને તે માટે તા. 29 જુલાઈ 2021ની નોટિસથી કાઉન્સેલિંગ કરવામાં આવશે. ગુરુવારે નિર્ણય અનામત રાખ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય હિતમાં NEET PG કાઉન્સેલિંગ શરૂ કરવું જરૂરી છે.

આ પણ વાંચો: Increase in Corona case : આજથી સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થશે

આ પણ વાંચો: PM Security Breach : સંબંધિત અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.