- પર્સિવરન્સ રોવરે મોકલ્યું અવાજનું રેકોર્ડિંગ
- મંગળ ગ્રહ પર શાનદાર કામ કરી રહ્યું છે સુપરકેમ ઇન્સ્ટ્રુમેન્ટ
- લેઝર સ્ટ્રાઇક્સનો અવાજ પણ રેકોર્ડ કરી મોકલ્યો
વોશિંગ્ટન- મંગળ ગ્રહ પર નાસાનું પર્સિવરેન્સ રોવર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ તે રોવરે પોતાના સુપરકેમ ઇન્સ્ટ્રુમેન્ટમાં રેકોર્ડ કરેલો હવા વહેવાનો અવાજ ધરતી પર મોકલ્યો છે. ટૂલૂઝમાં ફ્રાન્સની અંતરિક્ષ એજન્સીના સંચાલન કેન્દ્રમાં મોકલવામાં આવેલી બીજા ઓડિયો સંદેશમાં લેઝર સ્ટ્રાઇક્સનો અવાજ છે.
આ પણ વાંચોઃ નાસાએ મંગળ ગ્રહ પર મોકલેલા રોવરમાં 1998ના એપલ આઈમેક ચીપનો ઉપયોગ કર્યો
સુપરકેમ વિશે જણાવ્યુંઃ શાનદાર અનુભવ
પર્સિવરેન્સના સુપરકેમ ઇન્સ્ટ્રુમેન્ટના મુખ્ય જાણકાર રોજર વીન્સે બુધવારે આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સુપરકેમને મંગળ ગ્રહ પર આવું સરસ કામ કરતું જોવાનો અનુભવ શાનદાર છે. જ્યારે અમે 8 વર્ષ પહેલાં આવા ઇન્સ્ટ્રુમેન્ટ અંગે સપનું જોયું હતું ત્યારે અમે એ વાતે ચિંતામાં હતાં કે શું અમે વધુ પડતાં મહત્વાકાંક્ષી બની રહ્યાં છીએ? આજે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાચે જ કામ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ NASAએ મોકલેલા રોવરે મંગળ ગ્રહ પર 21 ફૂટનું અંતર કાપ્યું
હૃદયની ધડકન જેવો અવાજ!
સુપરકેમ ઇન્સ્ટ્રુમેન્ટે મોકલેલા અવાજની ફાઈલ લગભગ 20 સેકેન્ડની છે. પહેલી ફાઈલમાં મંગલ ગ્રહ પર હવા વહેવાનો અવાજ એવો જ છે જેવી કે ધરતી પર આંધી-તોફાન વખતે હવાઓનો અવાજ સંભળાય છે અને લેઝર સ્ટ્રાઇક્સનો અવાજ હૃદયના ધડકવા જેવી છે.