તુલા ( LIBRA ) :
સૂર્ય હવે સિંહ રાશિમાં આવશે જેના પ્રભાવ હેઠળ તમારી ઇચ્છાઓ પૂરી થવાના યોગ વધારે બળવાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આવકમાં ઝડપથી વધારો થશે. સરકારી ક્ષેત્રોમાંથી લાભ થઇ શકે છે. સરકારી યોજનાઓ દ્વારા પણ તમને કોઇ ફાયદો થઇ શકે છે. શિક્ષણમાં સારું પરિણામ મેળવી શકશો.
ઉપાય – રવિવારના દિવસે ભગવાન વિષ્ણની પૂજા કરો અને તેમને મીઠાઇનો ભોગ ધરાવો.