બડગામઃ જમ્મુ કાશ્મીરના બડગામના (Jammu Kashmir Badgam Schools) અંતરિયાળ વિસ્તાર સૈની દરવાનમાં બાળકો પોલ્ટ્રી ફાર્મમાં શિક્ષણ મેળવી રહ્યા છે. આ કોઈ પ્રાથમિક શાળાના નહીં પણ હાઈસ્કૂલના (Education in Jammu Kashmir) વિદ્યાર્થીઓ છે. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ (Lack of School Builings) પરેશાન અહીં છે. વિદ્યાર્થિનીઓ માટે અહીં શૌચાલયની પણ સુવિધા નથી. એટલું જ નહીં અહીં કોઈ રમતનું મેદાન પણ નથી. ક્લાસરૂમ કે કોમ્પ્યુટર લેબની પણ સુવિધા નથી.
પોલ્ટ્રીફાર્મમાં પાઠશાળાઃ જમ્મુ કાશ્મીરના બડગામના અંતરિયાળ વિસ્તાર સૈની દરવાનમાં બાળકો પોલ્ટ્રી ફાર્મમાં શિક્ષણ મેળવી રહ્યા છે. આ કોઈ પ્રાથમિક શાળાના નહીં પણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન અહીં છે. વિદ્યાર્થિનીઓ માટે અહીં શૌચાલયની પણ સુવિધા નથી. એટલું જ નહીં અહીં કોઈ રમતનું મેદાન પણ નથી. ક્લાસરૂમ કે કોમ્પ્યુટર લેબની પણ સુવિધા નથી.
રીપોર્ટ તૈયાર કરાયોઃ બડગામના અંતરિયાળ વિસ્તાર સૈની દરવાનમાં બાળકો પોલ્ટ્રી ફાર્મમાં શિક્ષણ મેળવી રહ્યા છે. વાસ્તવમાં શાળા માટે વર્ષ 2010માં નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ જમીન માલિકે તેના પર કબજો કરી ત્યાં પોતાના માટે ખર્ચો કરી નાંખ્યો છે. જમીન માલિકનું કહેવું છે કે સરકારે તેમને વળતર આપવાનું વચન આપ્યું હતું. પણ કોઈ પ્રકારને વળતર ન મળવાને કારણે ઈમારત બંધ કરી દીધી છે. જિલ્લાના એસડીએમ ચદૂરા પ્રિન્સ હમીદે જણાવ્યું હતું કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ મામલે એક રીપોર્ટ તૈયાર કરી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.