- છેલ્લા 2 દિવસમાં ડુંગરપુર જિલ્લામાં 165 નવા પોઝિટિવ કેસ નોંધાયા
- ગુજરાત પોલીસ દ્વારા RT-PCR રિપોર્ટ માટે 72 કલાક આપવામાં આવશે
- ગુડ્સ વાહનોને કોઈ પણ પ્રકારના રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ
ડુંગરપુર(રાજસ્થાન): ગુજરાતમાં પ્રવેશતા દરેક પ્રવાસીઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ આખા દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ડુંગરપુર જિલ્લામાં 165 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં બીજી લહેરના નવા કેસ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો:રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RT-PCR ટેસ્ટ ફરજીયાત
RT-PCR રિપોર્ટ અથવા રસીકરણ પ્રમાણપત્ર સાથે પ્રવેશ આપવામાં આવશે
રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ બોર્ડર પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજસ્થાનથી ગુજરાત સરહદ પરથી પસાર થતા લોકોના RT-PCR રિપોર્ટ અથવા વાહન ધારક અને રસીકરણ પ્રમાણપત્ર ચકાસીને માત્ર ગુજરાત બોર્ડરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાજસ્થાન બોર્ડર પરથી આવતા પ્રવાસીઓ પાસેથી ગુજરાત પોલીસ દ્વારા RT-PCR રિપોર્ટ માટે 72 કલાકનો સમય આપવામાં રહ્યો છે.
આ પણ વાંચો:AMC દ્વારા મહારાષ્ટ્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરાશે
RT-PCR રિપોર્ટ સિવાય પ્રવેશ આપવામાં આવતો નથી
જે પ્રવાસીઓ પાસે રિપોર્ટ નથી, તેમને ગુજરાત બોર્ડરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. રાજસ્થાનથી આવતા ટ્રાન્સપોર્ટ સંબંધિત અથવા ગુડ્સ વાહનોને કોઈ પણ પ્રકારના રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, જો આ જ રીતે કોરોના સંક્રમણ વધતું રહેશે તો સરહદ પર વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.