ETV Bharat / bharat

ફરી જહાંગીરપુરી સર્જાયા હિંસક દ્રશ્યો, 2 જૂથ વચ્ચેના નજીવા ઝઘડાથી વાતાવરણ તંગ બન્યું - ફરી જહાંગીરપુરી સર્જાયા હિંસક દ્રશ્યો

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ (Delhi Jahangirpuri stone pelting) તંગ બન્યું છે. જહાંગીરપુરીમાં 2 જૂથ વચ્ચેના નજીવા ઝઘડાએ જોત જોતામાં હિંસાનું સ્વરૂપ લીધું હતું. માહિતી મળતાં પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ફરી જહાંગીરપુરી સર્જાયા હિંસક દ્રશ્યો, 2 જૂથ વચ્ચેના નજીવા ઝઘડાથી વાતાવરણ તંગ બન્યું

author img

By

Published : Jun 9, 2022, 7:49 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીના મહિન્દ્રા પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના જહાંગીરપુરીમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના (Delhi Jahangirpuri stone pelting) સામે આવી છે. અહીંના જે જૂથમાં પથ્થરબાજોએ અનેક વાહનોમાં તોડફોડ (stone pelting in jahangirpuri) કરી છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે સતત તપાસ (Police investigation in Jahangirpuri case) કરી રહી છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ આરોપીઓની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

ફરી જહાંગીરપુરી સર્જાયા હિંસક દ્રશ્યો, 2 જૂથ વચ્ચેના નજીવા ઝઘડાથી વાતાવરણ તંગ બન્યું
ફરી જહાંગીરપુરી સર્જાયા હિંસક દ્રશ્યો, 2 જૂથ વચ્ચેના નજીવા ઝઘડાથી વાતાવરણ તંગ બન્યું

આ પણ વાંચો: શા માટે સ્વપ્ના સુરેશ સીએમ પિનરાઈ વિજયન પર લાગેલા આરોપોનું સમર્થન કરે છે

ગઈકાલે રાત્રે દિલ્હીના મહિન્દ્રા પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના જહાંગીરપુરીમાં ભારે હંગામો થયો હતો અને પથ્થરમારો થયો હતો. રાત્રે લગભગ 11 વાગ્યે પોલીસને માહિતી મળી કે, બે જૂથો વચ્ચે પથ્થરમારો ચાલી રહ્યો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં પથ્થરબાજો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઝહીર એક મિત્ર સાથે મળીને જહાંગીરપુરી વિસ્તારના I બ્લોકમાં સમીર અને શોએબને શોધી રહ્યો હતો. વાસ્તવમાં આ બંને વચ્ચે બે-ત્રણ દિવસ પહેલા કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેઓ દારૂ પી રહ્યા હતા અને લાંબા સમય સુધી કોઈ ન મળતાં આ વિસ્તારમાં બદમાશોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં ત્રણ વાહનોના કાચ ખરાબ રીતે તૂટી ગયા હતા.

આ પણ વાંચો: Ganga Dussehra 2022: ગંગા દશેરાના દિવસે બની રહ્યા છે ચાર ફળદાયી યોગ, જાણો રાશિ પ્રમાણે દાનનું મહત્વ

પોલીસ આ સમગ્ર મામલામાં કોઈપણ પ્રકારના કોમી રમખાણોનો ઈન્કાર કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, આ પથ્થરમારામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી અને કાર્યવાહી કરતા પોલીસે વિશાલ અને વીરુ નામના બે લોકોને કસ્ટડીમાં લીધા છે. આ સાથે અન્ય ઘણા લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે. પથ્થરમારાના જે વીડિયો સામે આવ્યા છે, તેના પરથી લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પોલીસ તપાસમાં અન્ય લોકો પણ ઝડપાય તેવી શકયતા છે. અત્યાર સુધી આ સમગ્ર મામલામાં પહેલું નામ સામે આવ્યું છે, ઝહીર હજુ પોલીસની પકડમાંથી બહાર છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.