મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 205 અને 68 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. દરેક ઉછાળા સાથે વેચવાલી નીકળતા બજાર સતત ડાઉન રહ્યું હતું. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 65,075 અને 19,342 પોઈન્ટ પર બંધ રહ્યા હતા.
BSE Sensex : આજે 29 ઓગસ્ટ મંગળવાર રોજ BSE Sensex ગતરોજના 64,996 બંધની સામે 205 પોઈન્ટ વધીને 65,201 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 64,956 પોઈન્ટ ડાઉન અને 65,229 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex નીચા મથાળે ખુલ્યા બાદ પ્રથમ ઉપર ઉંચકાયો હતો. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. જોકે, એશિયાઈ માર્કેટના ખુલતાની સાથે ભારતીય બજાર પર સીધી અસર થઈ હોય તેમ સતત મજબૂત વલણ રહ્યું હતું. DII ના ટેકારુપી બાઈંગ સાથે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 80 પોઈન્ટ વધીને 65,075.82 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.12 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 110 પોઈન્ટના સુધારા સાથે 64,996 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 36 પોઈન્ટ (0.19 %) વધીને 19,342 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 68 પોઈન્ટના સુધારા સાથે 19,374 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,309 પોઈન્ટ સુધી ડાઉન અને 19,377 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DIIના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 40 પોઈન્ટ વધીને 19,306 ના મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો.
બજારમાં ભરપૂર એક્શન : ઉલ્લેખનિય છે કે, DOW 213 અને નેસ્ડેક 114 પોઈન્ટ સુધારા સાથે બંધ થયા હતા. ઉપરાંત અદાણી- હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બીજી બાજુ RBI અને સરકાર વચ્ચે મોંઘવારી પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટાટા સ્ટીલ (1.66 %), ટેક મહિન્દ્રા (1.60 %), એનટીપીસી (1.21 %), JSW સ્ટીલ (1.15 %) અને પાવર ગ્રીડ કોર્પો. (1.09 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ભારતી એરટેલ (-1.68 %), એચયુએલ (-1.25 %), રિલાયન્સ (-1.10 %), એક્સિસ બેંક (-0.88 %) અને ઇન્ડસઇન્ડ બેંક (-0.83 %)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1201 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 833 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ભારતી એરટેલ, HDFC બેંક, રિલાયન્સ, SBI અને ટાટા સ્ટીલના સ્ટોક રહ્યા હતા.