ETV Bharat / bharat

Stock Market Closing Bell : સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં રોનક, BSE Sensex માં 595 પોઈન્ટનો ઉછાળો - ટોપ લુઝર શેર

અઠવાડિયાના પ્રથમ દિવસે શેરમાર્કેટમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ સ્થાનિક નાણાકીય સંસ્થાઓ અને મ્યુચ્યલ ફંડમાં ટેકારુપી બાઈંગના જોરે શેરમાર્કેટ ભારે ઉછાળો નોંધાવી ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 4:26 PM IST

મુંબઈ : નવેમ્બર માસના પ્રથમ સોમવારે ભારતીય શેરબજારમાં ધરખમ નફો નોંધાયો છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં મજબૂત વલણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 595 અને 181 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને તગડો નફો થયો છે.

BSE Sensex : આજે 6 નવેમ્બર સોમવારના ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 595 પોઈન્ટ (0.92 %) ઉછાળા સાથે 64,958 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 472 પોઈન્ટ વધીને 64,835 ના મથાળે ખુલ્યો હતો. વચ્ચે થોડો સમય વેચવાલીના પગલે BSE Sensex 64,617 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહીને 64,992 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે BSE Sensex 64,363 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજે 6 નવેમ્બર સોમવારના રોજ NSE Nifty ગતરોજના 19,230 બંધની સામે 115 પોઈન્ટ વધીને 19,345 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ નિફ્ટી ઈન્ડેક્સ 19,309 પોઈન્ટ ડાઉન ગયા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 19,423 પોઈન્ટની ડે હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 181 પોઈન્ટના ઉછાળા બાદ 19,411 ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.94 ટકાનો વધારો દર્શાવે છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1435 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 707 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં SBI, રિલાયન્સ, ટાટા મોટર્સ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એક્સિસ બેંક (2.54 %), લાર્સન (2.08 %), બજાજ ફાઇનાન્સ (1.84 %), એશિયન પેઇન્ટ્સ (1.69 %) અને બજાજ ફિનસર્વ (1.62 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં SBI (-0.65 %), એચયુએલ (-0.29 %), ટાટા મોટર્સ (-0.29 %) અને ટાઇટન કંપની (-0.19 %) સમાવેશ થાય છે.

  1. DHANTERAS 2023: ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
  2. Share Market Opening 03 Nov : શેર બજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300માં પોઈન્ટ વધ્યા, નિફ્ટી 19,250ની નજીક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.