નવિ દિલ્હી : મહારાષ્ટ્રમાંથી ભાજપના ધારાસભ્યોને લઈ આવ્યા પછી ક્યાં રાખવા એ માટે આજે સવારથી ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ વચ્ચે સતત ટેલિફોનિક વાતચીત ચાલી હતી. આમાં અંતે અમદાવાદના સાણંદ પાસેની એક હાઈપ્રોફાઈલ ક્લબ પર પસંદગી ઉતારવામાં આવી હોવાનું મનાય છે. આ ક્લબના માલિક ભાજપના અત્યંત વિશ્વાસુ છે અને અગાઉ પણ ભાજપના ઘણા કાર્યક્રમો તથા સિક્રેટ ઓપરેશનો આ સ્થળે પાર પાડવામાં આવી ચૂક્યાં હોવાનું મનાય છે.
ધારાસભ્યોને આવ્યું તેડું - ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને પણ દિલ્હીનું તેડું આવ્યું છે. જેમાં કોંગ્રેસના સાંસદોને તાત્કાલિક દિલ્હી બોલાવાયા છે. તેમાં કાલ સવાર સુધી દિલ્હી પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે. આજે મહારાષ્ટ્ર સરકાર ખતરામાં આવી ગઇ છે. તે જોતા કોંગ્રેસે પણ અગમચેતીના ભાગ રૂપે ગુજરાતના તમામ કોંગેસના ધારાસભ્યોને દિલ્હી તેડાવી લીધા છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો આ સાથે જ ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. આ બનાવને લઈને ઉદ્ધવ ઠાકરેએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે પણ સૂત્રો અનુસાર, શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે ગઈકાલે રાતથી જ સુરતની હોટલમાં છે.
સરદ પવારનું નિવેદન - રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારને મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો ખ્યાલ આવી ગયો હતો? મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર જે રાજકીય ભૂકંપ આવ્યો તેની સ્ક્રિપ્ટ પાછળ કોનો હાથ છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસના કરિશ્માની ફરી ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શરદ પવારની પત્રકાર પરિષદ યોજાઇ રહી છે. મહારાષ્ટ્રમાં ત્રીજી વખત આવુ થઈ રહ્યુ છે. અઢી વર્ષમાં ત્રીજી વખત પ્રયત્ન થયો છે. BJP પહેલા NCPના ઉમેદવારો તોડી ના શક્યુ તેમ પવારે કહ્યું છે.
અજીત ડોભાલ સાથે બેઠક - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ એ અગ્નિપથ ભરતી યોજના અને અન્ય આંતરિક સુરક્ષા મુદ્દાઓ અંગે સમાચાર એક ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ અનુસાર પરિવર્તન જરૂરી છે. 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવણીની વચ્ચે આજનો દિવસ એકનાથ શિંદેના નામે થઇ ગયો છે. આ એ જ નામ છે જેના કારણે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે 10 થી 15 ધારાસભ્યો સાથે ગાયબ છે અને તેમણે ગુજરાતના સુરતમાં ધામા નાંખ્યા છે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળમાં ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક બોલાવી હતી ત્યારે સાથી એનસીપી વડા શરદ પવારે પણ તમામ ધારાસભ્યોને બોલાવ્યા છે.