ETV Bharat / bharat

Startup India Innovation Week Launch: આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા'એ બનવું જોઈએઃ ગોયલ - Piyush Goyal Statement On StartUP India

દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક લોન્ચ'નું ઉદ્ઘાટન (Startup India Innovation Week Launch) કરતાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal Statement On StartUP India) ઈનોવેશન ઈકોસિસ્ટમના હિતધારકોને ભારતને વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સના ટોચના 25 દેશોમાં લાવવા માટે પ્રયાસ કરવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા'એ આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક બનવું પડશે.

STARTUP INDIA
STARTUP INDIA
author img

By

Published : Jan 11, 2022, 1:34 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal Statement On StartUP India) સોમવારે જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ કોરોના વાઈરસ રોગચાળા સામે લડી રહ્યું છે, ત્યારે સ્ટાર્ટઅપ્સ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્દ્ધતાના સામાજિકકરણ અને લોકશાહીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને 'મેક ઈન ઈન્ડિયા' કાર્યક્રમને મજબૂત કરવા ભારતમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને નવા સ્ટાર્ટઅપ એકમોને માર્ગદર્શન આપવા પણ કહ્યું છે.

ઉદ્યોગસાહસિકોએ સ્ટાર્ટઅપ્સને વધુ ટકાઉ બનાવવા વિશે વિચારવું જોઈએ

નવી દિલ્હીમાં 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક લૉન્ચ'ના (Startup India Innovation Week Launch) ઉદ્ઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય પ્રધાન ગોયલે કહ્યું, 'વિશ્વ આ રોગચાળાના સતત મોજાનો સામનો કરી રહ્યું છે, તેથી આપણા ઉદ્યોગસાહસિકોએ સ્ટાર્ટઅપ્સને વધુ ટકાઉ બનાવવા વિશે વિચારવું જોઈએ. મને લાગે છે કે અમારા સ્ટાર્ટઅપ્સ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્દ્ધતાના સામાજિકકરણ અને લોકશાહીકરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલાં લીધા છે

કેન્દ્રીય પ્રધાનએ જણાવ્યું હતું કે, વેન્ચર કેપિટલિસ્ટ અને ફાઇનાન્સ ફેસિલિટેટર પણ દેશભરમાં નવા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. "હું આવનારા વર્ષોમાં સ્ટાર્ટઅપ્સનો વિકાસ કરવા માટે પાંચ મંત્ર સૂચવે છે- શેરિંગ, શોધ, પોષણ, સેવા અને સશક્તિકરણ". ગોયલે જણાવ્યું હતું કે, સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં પેટન્ટ ફાઇલિંગ ફીમાં ઘટાડો, જાહેર પ્રાપ્તિના ધોરણોમાં છૂટછાટ અને પ્રારંભિક ભંડોળ યોજનાનો સમાવેશ થાય છે.

વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સ ભારતને ટોચના 25માં લાવવા માટે આહ્વાન કર્યું

ગોયલે વધુમાં જણાવ્યું કે, 2018- 21 દરમિયાન સ્ટાર્ટઅપ્સે છ લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તેમણે તમામ હિતધારકોને વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતને ટોચના 25માં લાવવા માટે આહ્વાન કર્યું હતું. ગોયલે કહ્યું કે, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 2014માં 76મા સ્થાનેથી વધીને 2021માં 46મા સ્થાને પહોંચી ગયું છે, જેમાં અમારા સ્ટાર્ટઅપ્સની મુખ્ય ભૂમિકા છે. સ્ટાર્ટઅપ ઇનોવેશન વીક જેવી ઇવેન્ટ ચોક્કસપણે અમારા રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરશે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક બનવું પડશે.

આ પણ વાંચો: Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી

આ પણ વાંચો: Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.