મુંબઈ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સાયબરની એક ટીમે 1.5 થી વધુ ટ્વિટર એકાઉન્ટ મળ્યા છે. જે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નકારાત્મક ટ્વિટ, રિટ્વીટ અને કૉમેન્ટ કરી રહ્યા હતા. પોલીસના અનુસાર 1.5 લાખ એકાઉન્ટમાં 80 ટકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું કે, આમાંથી કેટલાક ટ્વિટર એકાઉન્ટ બૉટ હતા. જેનો ઉપયોગ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બદનામ કરનારી સામગ્રી પ્રસારિત કરવા માટે થતો હતો. પોલીસે જણાવ્યું કે, આ ફેક એકાઉન્ટને બૉટ્સની સહાયતાથી દેશના અલગ-અલગ સ્થાનોમાં પણ ચલાવવામાં આવતા હતા.
આ પણ વાંચો :