ETV Bharat / bharat

સ્પુતનિક વી રસી ભારતમાં 995 રૂપિયામાં મળશે - કોરોના રસી

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ જણાવ્યું હતું કે રશિયાથી આયાત કરાયેલ કોરોના રસી સ્પુતનિક વી 995.40 રૂપિયામાં મળશે.

vaccine
સ્પુતનિક વી રસી ભારતમાં 995 રૂપિયામાં મળશે
author img

By

Published : May 14, 2021, 2:10 PM IST

  • રશિયાની સ્પુતનિક વીની ભારતમાં કિંમત 948 રૂપિયા
  • આગામી મહિનાઓમાં વધુ ડોઝ મળશે
  • જૂન સુધી 5 મિલીયન ડોઝ મળે તેવી સંભાવના

હૈદરાબાદ: ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝે અહેવાલ આપ્યો છે કે ભારતમાં રશિયાની કોરોના વેકસીન સ્પુતનિક વીની કિંમત 948 સાથે 5 ટકા જીએસટી (995.40 રૂપિયા) રાખવામાં આવી છે.

વધુ ડોઝ મહિનાના અંતમાં આવે તેવી સંભાવના

કંપનીએ જણાવ્યું હતું કે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ હેડ દિપક સપ્રાને હૈદરાબાદમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે બીએસઈ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 'રસીના આયાત ડોઝની કિંમત હાલમાં રૂપિયા 948 + 5 ટકા જીએસટી રાખવામાં આવી છે. જ્યારે સ્થાનિક સપ્લાય શરૂ થશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી મહિનાઓમાં વધુ ડોઝ આવવાની સંભાવના છે.

આ પણ વાંચો : રશિયાથી "સ્પુતનિક-વી"ની રસીની પ્રથમ ખેપ પહોંચી હૈદરાબાદ

જૂન સુધી 5 મિલીયન ડોઝ મળવાની સંભાવના

મળતી માહિતી મુજબ, જૂન સુધીમાં ભારતને રસીનાં 5 મિલિયન ડોઝ મળવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસીના આશરે 1,50,000 થી 2,00,000 ડોઝ મેની શરૂઆતમાં અને મેના અંત સુધીમાં 30 મિલિયનથી વધુ ડોઝ મોકલવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, તે ભારતમાં તેના છ ઉત્પાદક ભાગીદારો સાથે બારીકાઈથી કરી રહી છે,જેથી સરળ અને સમયસર સપ્લાયની ખાતરી કરવા માટે નિયમનકારી આવશ્યકતાઓ પૂરી કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.