ETV Bharat / bharat

'ફિટ ઈન્ડિયા' મોબાઈલ એપ લોન્ચ, અનુરાગ ઠાકુરને સ્કીપિંગ કરતા જોઈને લોકો થયા આશ્ચર્યચકિત - ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ

ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે રવિવારે ફિટ ઇન્ડિયા કાર્યક્રમની બીજી વર્ષગાંઠ નિમિત્તે વ્યક્તિગત તાલીમ-કમ-ફિટનેસ માર્ગદર્શિકા ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે પોતે રસી-કૂદનું પ્રદર્શન કર્યું. આ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

'ફિટ ઈન્ડિયા' મોબાઈલ એપ લોન્ચ
'ફિટ ઈન્ડિયા' મોબાઈલ એપ લોન્ચ
author img

By

Published : Aug 29, 2021, 5:26 PM IST

Updated : Aug 29, 2021, 6:57 PM IST

  • ફિટ ઇન્ડિયા કાર્યક્રમની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
  • રમત પ્રધાન અનુરાગ ઠાકુરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો
  • આ દિવસ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર ઉજવાય રહ્યો છે

નવી દિલ્હી: રમત પ્રધાન અનુરાગ ઠાકુરે રવિવારે ફિટ ઇન્ડિયા કાર્યક્રમની બીજી વર્ષગાંઠ નિમિત્તે વ્યક્તિગત તાલીમ-કમ-ફિટનેસ માર્ગદર્શિકા ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. ઠાકુરે કહ્યું કે,. આ એપ રાષ્ટ્રીય રમત દિવસ પર ભારતના લોકોને સરકાર તરફથી ભેટ છે. રાષ્ટ્રીય રમત દિવસ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

અનુરાગ ઠાકુરને સ્કીપિંગ કરતા જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ખેલાડીઓને ફિટ રહેવા માટે એપ મહત્વની

આ દરમિયાન, અનુરાગ ઠાકુરે સ્કીપિંગ પણ કર્યું હતું. અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં ઠાકુરે કહ્યું કે, ફિટ ઇન્ડિયા એપ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ છે, જે દેશના રમતવીરોના હીરો છે. રમતગમત પ્રધાને કહ્યું કે, 'ખેલાડીઓને ફિટ રહેવા માટે એપ ખૂબ જ મહત્વની છે અને તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ એપનું ચુસ્તપણે પાલન કરે. યુવા ભારતને ફિટ રાખવાનો આ એક પ્રયાસ છે, કારણ કે ફિટ યુવાનો જ એક મહાન ભારત બનાવી શકે છે.

દિવસમાં માત્ર અડધો કલાક ફિટનેસ માટે

આ એપને સપોર્ટ કરતા મનપ્રીતે કહ્યું કે, 'આપણે ફિટનેસને પૂરતું મહત્વ આપતા નથી, આપણે ફિટનેસ માટે દિવસમાં માત્ર અડધો કલાક આપવો જોઈએ. એપ્લિકેશન મનોરંજક અને મફત છે અને કોઈપણને ગમે ત્યાં, કોઈપણ સમયે તેની ફિટનેસનું પરીક્ષણ અને નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે.

Last Updated : Aug 29, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.