- એક કિશોરનું મોત અને 9 લોકો ઘાયલ
- આર્થિક સહાય આપવાની જાહેરાત કરી
- ઓડી કારે 10 લોકોને કચડ્યા
જોધપુર : જોધપુર શહેરનાં ચૌપાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં AIIMS રોડ પર ઓડી કાર સાથે થયેલા અકસ્માતે સૌને સ્તબ્ધ કરી દીધા છે. બેકાબૂ ઝડપે આવેલી કાર રસ્તા પર ચાલતા લોકોને કચડી ઝૂંપડપટ્ટીમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં 16 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આર્થિક સહાય આપવાની જાહેરાત કરી
ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અકસ્માતની તીવ્રતા જાણી શકાય છે. મુખ્યપ્રધાને એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી હતી. ગેહલોતે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. અને મૃતકોના પરીવારને 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલને 1 લાખ તેમજ સામાન્ય ઇજાઓ પહોચી છે તેમને 50 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : હૉકી કોચ સંદીપ સાંગવાનને દ્રોણાચાર્ય એવોર્ડ ન મળવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર નવાબ મલિકનો જવાબ, આવતીકાલે ફોડશે 'હાઇડ્રોજન બોમ્બ'