ETV Bharat / bharat

મમતા બેનર્જીના પ્રધાન મંડળમાં થશે ફેરબદલ, નવા ચહેરાઓનો થશે સમાવેશ

બેનર્જીએ સોમવારે પોતાની પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે બુધવારે કેબિનેટમાં (Cabinet reshuffle west bengal)ફેરબદલ થશે. છેલ્લા 11 વર્ષોમાં કેબિનેટમાં થોડા (Mamta banarji reshuffle bangal cabinet) ફેરબદલ થયા છે અને જે થયા છે તે નજીવા હતા. આ વખતે સ્થિતિ જુદી છે. પાર્ટી સત્તામાં આવ્યા પછી આ સૌથી મોટા(Reshuffle in the State Cabinet) ફેરબદલની શક્યતા છે.

author img

By

Published : Aug 3, 2022, 3:38 PM IST

મમતા બેનર્જીના મંત્રીમંડળમાં થશે ફેરબદલ, નવા ચહેરાઓનો થશે સમાવેશ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બુધવારે કેબિનેટમાં (cabinet reshuffle in west bengal) ફેરબદલ કરશે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસએ (trinamool congress West Bengal) જણાવ્યું હતું કે, 2011માં પાર્ટી સત્તામાં આવી ત્યારથી આ સૌથી મોટા ફેરફારોમાંથી (Trinamool Congress Cabinet Reshuffle) એક હોઈ શકે છે. કેબિનેટમાં ફેરબદલ(Reshuffle in the west Bengal) એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે ગયા વર્ષે તૃણમૂલ રાજ્યમાં ત્રીજી વખત સત્તામાં પરત ફર્યા પછી શાળા-નોકરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી વરિષ્ઠ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ પર પાર્ટી રાજકીય રૂપે વિપક્ષના નિશાના પર છે.

આ પણ વાંચોઃ પાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં

9 પ્રધાન શપથ લેશેઃ મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ કેબિનેટમાં ફેરબદલી બાદ 9 પ્રધાનને શપથ લેવડાવવાના છે. તેમાં બાબુલ સુપ્રિયો, પાર્થ ભૌમિક, સ્નેહાસિસ ચક્રવર્તી અને અન્યનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. બેનર્જીએ સોમવારે પોતાની પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે. તેમણે કહ્યું હતું કે નવા કેબિનેટમાં ચાર-પાંચ નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે.

પોર્ટફોલિયોમાં પરિવર્તનના એંધાણ: પશ્ચિમ બંગાળ રાજ્યમાં વર્તમાન પ્રધાનોની સંખ્યાને પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેટલાક પ્રધાનોના વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. તૃણમૂલના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં કેબિનેટમાં થોડા ફેરબદલ થયા છે અને જે થયા છે તે નજીવા હતા. પણ આ વખતે સ્થિતિ જુદી છે.

આ પણ વાંચોઃ ભારતનો સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર જુલાઈ દરમિયાન થયો સૌથી નીચો

નવા ચહેરાને તક: પશ્ચિમ બંગાળમાં સત્તા પહેલી પાર્ટીના એક નેતાએ એવી ખાતરી સાથે એ વાત કહી હતી કે, "આ પહેલા ક્યારેય ચાર-પાંચ નવા ચહેરાઓને સામેલ કરવાની અને એટલી જ કેબિનેટમાંથી બહાર કરવાની યોજના નથી બની." આથી, પાર્ટી સત્તામાં આવ્યા પછી આ સૌથી મોટા ફેરબદલની શક્યતા છે.

આ નામ પર નજર: બાબુલ સુપ્રિયો, તાપસ રાય, પાર્થ ભૌમિક, સ્નેહાસીશ ચક્રવર્તી અને ઉદયન ગુહા એવા કેટલાક નામ છે. જેની કેબિનેટમાં જગ્યા માટે ચર્ચા થઈ રહી છે. પ્રધાનપદની જવાબદારીમાંથી મુક્ત થયેલા પાર્થ ચેટરજી ઉદ્યોગ, વાણિજ્ય, ઉપક્રમો અને સંસદીય બાબતો સહિત પાંચ મહત્વના વિભાગોનો હવાલો સંભાળતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.