ઉત્તરાખંડ : ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડંડા 2માં (Draupadi Danda 2) હિમપ્રપાતની દુર્ઘટનામાં 20 પર્વતારોહકો (20 mountaineers are trapped in avalanche disaster) હજુ પણ ફસાયેલા છે. હિમપ્રપાતમાં (Avalanche in Uttarkashi) ફસાયેલા પર્વતારોહણ ટીમના સભ્યોને બચાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ ગુલમર્ગના સૈનિકોને જોડવામાં આવ્યા છે. ઉત્તરકાશી હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે. 14 પર્વતારોહકોને બચાવી લેવાયા છે. ગુમ થયેલા 20 લોકોની શોધ ચાલુ છે.
HAWSના જવાનો દહેરાદૂન પહોંચ્યા : ગુલમર્ગની ટીમ કેમ ખાસ છે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી હિમપ્રપાતમાં (Avalanche in Uttarkashi) ફસાયેલા પર્વતારોહકોને બચાવવા માટે 16 સભ્યોના HAWS કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત્રે HAWSના જવાનો દહેરાદૂન પહોંચ્યા હતા. ગુરુવારે સવારે તેમની ટીમ દેહરાદૂનથી ઉત્તરકાશી બેઝ કેમ્પ જવા રવાના થઈ હતી. આ જવાનો માટે એરફોર્સ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરકાશી પહોંચ્યા બાદ હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ ગુલમર્ગના જવાનોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
અત્યાર સુધીમાં 14 લોકોને બચાવ્યા : નેહરુ પર્વતારોહણ સંસ્થાના (Nehru Institute Of Mountaineering) 44 પર્વતારોહકોનું એક જૂથ, જે ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં તાલીમ માટે નીકળ્યું હતું, મંગળવારે સવારે દ્રૌપદીના ડાંડા 2 (Draupadi Danda 2) પર્વત શિખર પાસે હિમપ્રપાતની ચપેટમાં આવી ગયું હતું. અત્યાર સુધીમાં 14 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 10 મૃતદેહ મળી આવ્યા છે. એવરેસ્ટ વિજેતા ઉત્તરકાશીના લોન્થરુ ગામની સવિતા કંસવાલ અને ભુક્કી ગામની નૌમી રાવતનું પણ અકસ્માતમાં મોત થયું છે. દ્રૌપદીનું દાંડા પર્વત શિખર ઉત્તરકાશીના ભટવાડી બ્લોકમાં ભુક્કી ગામની ઉપર આવેલું છે.
CM ધામીએ સહાય આપવાનો નિર્દેશ આપ્યો : મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ હવાઈ સર્વે કરીને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ મૃતકના નજીકના સંબંધીઓને રુપિયા 2 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રુપિયા 1 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને રુપિયા 50 હજારની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.