- રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનોને લઈને કરી જાહેરાત
- પેસેન્જર ટ્રેનોના વધેલા ભાડામાં ઘટાડો કરવામાં આવશે
- પેસેન્જર ટ્રેનોમાંથી સ્પેશિયલ ટેગ પણ હટાવી દેવામાં આવશે
ન્યૂઝ ડેસ્ક : ભારતીય રેલવે ટૂંક સમયમાં કોરોના મહામારી (Corona Pandemic) બાદ પેસેન્જર ટ્રેનોના (Special Train) વધેલા ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ પેસેન્જર ટ્રેનોમાંથી સ્પેશિયલ ટેગ પણ હટાવી શકે છે.
ટ્રેનોની અવરજવર સામાન્ય થશે
મંગળવારે ઓડિશાના ઝારસુગુડા પહોંચેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કહ્યું કે, કોરોનાનો પ્રકોપ ઘટાડવાની સાથે ટ્રેનોની અવરજવર પણ સામાન્ય થઈ રહી છે. આગામી બેથી અઢી મહિનામાં ટ્રેનોમાંથી સ્પેશિયલ ટેગ હટાવી દેવામાં આવશે.
ટ્રેનના ભાડાઓમાં મળશે રાહત
તેમણે વધુમાં કહ્યું કે, ટ્રેનોમાંથી સ્પેશિયલ ટેગ હટાવ્યા બાદ મુસાફરોએ કોરોના સમયગાળા પહેલાની વ્યવસ્થા મુજબ ભાડું ચૂકવવું પડશે. આ સાથે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને વિશેષ વર્ગના મુસાફરોને પણ પહેલાની જેમ ભાડામાં રાહત મળશે. આ સાથે જ રેલવે પ્રધાને કહ્યું કે પોસ્ટ ઓફિસમાં રેલ ટિકિટના વેચાણનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. હાલમાં દેશની 25 હજારથી વધુ પોસ્ટ ઓફિસમાં રેલ ટિકિટ વેચાઈ રહી છે.
આ પણ વાંચો: