- વણાટકામ માટે પ્રખ્યાત છે ઓડિસા
- પ્રાકૃતિક રીતે તૈયાર કરાઇ છે સાડી
- વણાટની કળાને છે સંરક્ષણની જરૂર
સુબર્ણપુર: ઓડિસાનું ઉચ્ચ વણાટ અને ડાઇ કલાત્મકતા માટે પ્રખ્યાત છે તેમાં પણ સુબર્ણપુર કે જે વણાટની ટાઇ એન્ડ ડાઇ પધ્ધતિનું જન્મ સ્થળ છે. અહીંયા જાણકાર હેન્ડલૂમ કારીગરનું કલાત્મકકાર્ય દેશ ભક્તિ દર્શાવે છે.રંગીન દોરાનું પ્રવાહમય કાર્ય ચમકદાર છે. જેમાં કશ્મીરથી કન્યાકુમારી સુધીનો અખંડ ભારતનો નક્શો સાડી પર સુંદર રીતે વણાટ કરીને બનાવવામાં આવ્યો છે. આ નક્શામાં દેશ સાથે 28 રાજ્યોના નામ સાડીના પાલવ પર બનાવવામાં આવ્યો છે અને મહીન દોરાથી બોર્ડર તૈયાર કરવામાં આવી છે. સાથે જ તેમાં સમાજમાં ખેડૂતોના મહત્વને દર્શાવવામાં આવ્યું છે. સાથે જ સાડીમાં જય જવાન - જય કિસાન જેવા નારા અને આઇ લવ માય ઇન્ડિયા પણ સાડીમાં લખવામાં આવ્યું છે.
સાડી તૈયાર કરવામાં વાગ્યો મહિનાનો સમય
અનોખી સાડી બનાવનાર ઇશ્વર મેહરા સુબર્ણપુર જિલ્લાના ડુંગરિપલ્લીના સહલા ગામના નિવાસી છે. તેમના પરિવારે આ અનોખી કલ્પનાને વાસ્તવિક રૂપ આપવામાં મદદ કરી છે. તો બીજી તરફ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને પણ આ પ્રયત્નના વખાણ કર્યા છે. પોતાની આ સાડી અંગે ઈશ્વર મેહરા ETV Bharatને જણાવ્યું હતું કે આ સાડીમાં ભારત માતાનો નક્શો બનાવવામાં આવ્યો છે. તેમાં 28 રાજ્યોના નામ પણ ઉમેરવામાં આવ્યા છે. તેમાં જય જવાન, જય કિસાનનો નારો પણ છે. સાથે જ આઇ લવ માય ઇન્ડિયા પણ લખાવામાં આવ્યું છે. આ સાડીને તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગ્યો છે
વધુ વાંચો: વીંઝીને વગાડી શકાય છે આ અનોખી વાંસળી
પ્રાકૃતિક પદાર્થોથી તૈયાર થઇ છે સાડી
આ સાડીને તૈયાર કરવામાં રાસાયણિક પદાર્થ તથા મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ડિઝાઇરની સાડીમાં મહીન દોરા, પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ સાડી મોટાભાગે સંપુર દોરાથી બનાવવામાં આવી છે. આથી તે પહેરવામાં આરામદાયક છે. એક તરફ આ આકર્ષક અને અનોખી સાડી ખરીદવાની માંગ છે ત્યારે ઇશ્વર આ સાડીને 15 થી 20,000 રૂપિયામાં વેચવાનું વિચારી રહ્યાં છે. આ સાડી અંગે લોક સંસ્કૃતિ શોધકર્તાએ ETV Bharatને જણાવ્યું હતું કે સંબલપુરી વણકરની ટાઇ અને ડાઇ કલાત્મક વણાંટ ઉત્કૃષ્ટ છે. જો આપણે સમગ્ર દેશના વણાંટકામની વાત કરીએ તો સોનપુરનું વણાટ કામ ઉત્કૃષ્ટ છે. અહીંયાના વણકર ગ્રાફિક્સની મદદ વગર નાજુક ટાઇ એન્ડ ડાઇના માધ્યમથી પોતાની અનોખી કલ્પનાને વાસ્તવિક આકાર આપે છે. ઇશ્વર મેહરા એ કલાકાર છે જે આ રીતે નાજુક ટાઇ એન્ડ ડાઇ કળાને ડિઝાઇન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે.
વધુ વાંચો: 93 વર્ષે પણ સંગીતની સેવા કરી રહ્યાં છે કરતાર સિંહ
કળાને સંરક્ષણની છે જરૂર
પાંચ મીટર લાંબી રેશમની સાડી પર દોરાયેલી દરેક તસવીર કલાત્મક કાર્ય દર્શાવે છે. આ મામલે ઓડિસાએ પોતાની વિશેષતા સાબિત કરી છે. જો કલાના આ અનોખા કાર્યને સંરક્ષણ મળે તો ઓડિસા રાજ્ય અને તેમના કલાકાર દરેક જગ્યાએ પોતાની છાપ છોડવામાં સફળ થશે.