ETV Bharat / bharat

Monsoon Updates: ગરમીમાંથી ટૂંક સમયમાં રાહત, ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધશે - monitored says IMD official

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું હોવાની માહિતી મળી રહી છે. ખેડૂતો હવે રાહ જોઇ રહ્યા કે ગુજરાતમાં પણ વરસાદ હવે આગમન કરે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કેરળમાંથી હવે તે મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હવે તે મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે.

author img

By

Published : Jun 9, 2023, 1:15 PM IST

મહારાષ્ટ્ર: ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા છે કે વરસાદ કયારે આવે. ચોમાસું ધીમે ધીમે હવે કેરળ પહોંચ્યું છે અને એ પછી મુંબઇ જશે. ફાઇનલી ગુજરાત આવશે ત્યારે ખેડૂતોની આતૂરતાનો અંત આવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે ભારતીય ઉપખંડમાં વરસાદ લાવે છે. તેની પ્રગતિ પર ગુરુવારે નજર રાખવામાં આવી રહી છે. કારણ કે તે તેના સામાન્ય આગમનની તારીખના સાત દિવસ પછી કેરળ પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ અહીં આ માહિતી આપી. IMD પ્રાદેશિક હવામાન કેન્દ્રના મુંબઈના વડા એસ.જી. કાંબલેએ કહ્યું કે, ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ મહારાષ્ટ્રમાં તારીખ 10 જૂન અને મુંબઈમાં તારીખ 11 જૂન છે.

  • Very Severe Cyclonic Storm #Biparjoy over east-central Arabian Sea, lay centred at 17.30hrs IST of today, about 850 km west of Goa, 880 km southwest of Mumbai, 890 km south-southwest of Porbandar and 1170 km south of Karachi. To intensify further during the next 3 days: IMD pic.twitter.com/D6H19q5gmE

    — ANI (@ANI) June 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચોમાસાની શરૂઆત: IMD વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ સક્રિય છે. તે ગોવાની પશ્ચિમે 850 કિમી, મુંબઈથી 880 કિમી દક્ષિણ-પશ્ચિમ, પોરબંદરથી 890 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને કરાચીથી 1170 કિમી દક્ષિણમાં સક્રિય છે. આગામી 3 દિવસ દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. 'ચોમાસાની પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમે આગામી બે-ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત વિશે વાત કરી શકીશું.

આ તારીખે મુંબઈમાં: તેમણે કહ્યું, 'મુંબઈમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 11 જૂન છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 10 જૂન છે. જ્યારે તે દક્ષિણ કોંકણમાં પ્રવેશ કરે છે. હવામાન વિભાગના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે, ચક્રવાત બિપરાજોય ચોમાસાની તીવ્રતાને અસર કરી રહ્યું છે. કેરળ પર તેની હળવી શરૂઆત થશે. કેરળમાં દક્ષિણ પશ્ચિમના ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.

અનુકૂળ પરિસ્થિતિઓ: હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમના ચોમાસાની ઉત્તરીય સીમા લક્ષદ્વીપના એક ટાપુ મિનિકોયમાંથી પસાર થાય છે. અગાઉ, હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનો વધવાથી સ્થિતિ અનુકૂળ બની રહી છે. આ સાથે પશ્ચિમી પવનોની ઉંડાઈ ધીરે ધીરે વધી રહી છે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં પણ વાદળોનો સમૂહ વધી રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસાની શરૂઆત માટે આ અનુકૂળ પરિસ્થિતિમાં વધુ સુધારો થશે.

  1. Biparjoy Cyclone: બિપરજોયની અસર નહીં થાય, દરિયાકિનારે હળવા વરસાદથી ચોમાસાની એન્ટ્રી
  2. Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.