ETV Bharat / bharat

સાઉથ કોરિયાના ડિફેન્સ મિનિસ્ટર આગ્રાના પ્રવાસે - સુહ વૂક ભારતની મૂલાકાતે

આગ્રામાં ભારતીય સેનાના જવાનોએ પેરાડ્રોપિંગ કર્યું હતું. આ સમય દરમિયાન દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ ​​વૂક અને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે સવારે ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ ​​વૂકે ભારતીય સેનાના પેરાટ્રોપિંગ પ્રેક્ટિસની સમીક્ષા કરી હતી.

આગ્રા
આગ્રા
author img

By

Published : Mar 28, 2021, 1:11 PM IST

  • બન્ને દેશના ડિફેન્સ મિનિસ્ટરે ભારત-કોરિયા ફ્રેન્ડશીપ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
  • કાર્યક્રમ દરમિયાન 105 પેરાટ્રોપર્સ સહિત કુલ 650 સૈનિકો હાજર
  • સુહ વૂકે પેરાશૂટ બ્રિગેડની પ્રશંસા કરી

આગ્રા: દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુવ વૂક ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે, જે દરમિયાન તેમણે શનિવારે આગ્રાની મૂલાકાત લીધી હતી. આગ્રામાં ભારતીય સેનાના જવાનોના પેરાટ્રુપર્સના પરાક્રમો જોઇ તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૈનિકોએ 10 હજાર ફુટની ઉંચાઈથી કૂદકો માર્યો હતો અને પેરાટ્રોપર્સે હવામાં એક્રોબેટિક્સ પણ રજૂ કર્યું હતું.

સાઉથ કોરિયાના ડિફેન્સ મિનિસ્ટર ભારતના પ્રવાસે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત

દક્ષિણ કોરિયાના ડિફેન્સ મિનિસ્ટર સુહ વૂક ન્યુ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરવા માટે હાલમાં ત્રણ દિવસીય ભારતની મુલાકાતે છે. શુક્રવારે સાંજે બંને પક્ષે ચર્ચાઓ કરી હતી. જેમાં પરસ્પર સહયોગ વધારવાની પણ વાત કરવામાં આવી હતી. શુક્રવારે દિલ્હીના એક કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સુહ વૂકે સંયુક્તપણે ભારત-કોરિયા ફ્રેન્ડશીપ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાર્ક બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક છે અને કોરિયન યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યની ચિકિત્સા મિશનમાં ફાળો દર્શાવે છે.

પેરા-જમ્પિંગના કરતબ રજૂ કરાયા
પેરા-જમ્પિંગના કરતબ રજૂ કરાયા

આ પણ વાંચો:ઓલ ઈન્ડીયા કમાન્ડર કોન્ફરન્સઃ કચ્છના સફેદ રણથી હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઈ રહી છે તમામ કોન્ફરન્સ

અડધો કલાક ચાલી બંને પક્ષોની બેઠક

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ વૂક અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું આગ્રામાં આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ સ્વાગત કર્યું હતું. અહીં એક દ્વિપક્ષીય બેઠક મળી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સેનાના જવાનોએ સ્ટેટિક લાઇન જમ્પ કર્યો. સુહ વૂકની ભારત મુલાકાતના સ્મરણાર્થે આયોજિત આ કાર્યક્રમ લગભગ અડધો કલાક ચાલ્યો હતો.

પેરા-જમ્પિંગના કરતબ રજૂ કરાયા
પેરા-જમ્પિંગના કરતબ રજૂ કરાયા

સૈનિકોએ પેરા-જમ્પિંગ રજૂઆત કરી

આગ્રામાં કાર્યક્રમ દરમિયાન 105 પેરાટ્રોપર્સ સહિત કુલ 650 સૈનિકો હાજર હતા. સૈનિકોએ દસ હજાર ફૂટની ઉંચાઇએ વિમાનમાંથી પેરા-જમ્પિંગ કર્યું હતું. પ્રદર્શનમાં ભારતીય સૈન્યના જવાનો પણ BMP, પાયદળના લડાઇ વાહનો અને ટેન્કો સાથે જતા જોવા મળ્યા હતા. તેમની પાસેથી ઘણા રાઉન્ડ ફાયર પણ કરાયા હતા. પ્રદર્શનની સમાપ્તિ પછી કોરિયા રિપબ્લિકના રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાન સુહ વૂકે ઓપરેશનલ તત્પરતાના ઉચ્ચ ધોરણોને જાળવવા માટે પેરાશૂટ બ્રિગેડની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:ભારત-USA સંયુક્ત નિવેદન: ડિફેન્સ ડીલને લીલીઝંડી, ટ્રેડ ડીલ પર થશે વાતચીત

પેરાશૂટ ફીલ્ડમાં કોરિયા ભવ્ય ઇતિહાસ ધરાવે છે

દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ ​​વૂકને પેરાશૂટ બ્રિગેડની ઓપરેશનલ ક્ષમતાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સૈનિકોએ સાધનોની પરેડ રજૂ કરી હતી. સુહ વૂકે 60 પેરાશૂટ ફીલ્ડ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. જે 1950 અને 1953 સુધી દક્ષિણ કોરિયા સંયુક્ત રાષ્ટ્રની જમાવટનો ભાગ હતો. કોરિયા યુદ્ધમાં હવાઈ કામગીરીમાં કાર્યરત હોવા ઉપરાંત, પાકિસ્તાન સાથેના 1944 અને 1965ના યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો. 1971માં બાંગ્લાદેશમાં 2જી પેરાશૂટ બટાલિયન ગ્રુપ સાથેની લડતમાં અને 1988માં માલદીવમાં ઓપરેશન કેક્ટસ લીલીમાં ભાગ લેવાનો પણ તે અનુભવ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.