બેંગલુરુઃ આજે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે સિરિઝની છેલ્લી એટલે કે પાંચમી મેચ રમાવા જઇ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાએ સતત પાંચમી વખત ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચ શરુ થતા પહેલા જ વરસાદ ચાલુ થઇ ગયો છે. જેના કારણે મેચને હાલ પુરતી રોકી દેવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી.
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટ કિપર), રીઝા હેન્ડ્રીક્સ, રુસી વેન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, કેશવ મહારાજ (કેપ્ટન), લુંગી એનગીડી, એનરિક નોર્ટજેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત: રિષભ પંત (કેપ્ટન) ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઇસ કેપ્ટન), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાનનો ટીમમા સમાવેશ કરવામાં આવ્યો છે.