- કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર પ્રશ્નો ઉઠ્યા
- કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો
- વેક્સિન નિર્માતા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ ભાવ નક્કી કર્યા
નવી દિલ્હીઃ એક તરફ દેશમાં કોરોના વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે તો બીજી તરફ નવો વિવાદ સર્જાયો છે. હાલમાં જ વેક્સિન બનાવનારી એક ખાનગી કંપનીએ વેક્સિનના ભાવ નક્કી કર્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેક્સિનના ભાવ અંગે પ્રશ્નો પૂછ્યા છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, આ સમયે હોસ્પિટલ્સમાં બેડ, દવા, ઓક્સિજનની અછત છે. તેવામાં સરકાર આ પ્રકારની નફાખોરીને પરવાનગી કેવી રીતે આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે વેક્સિનના અલગ અલગ ભાવ નક્કી કર્યા છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ પર ભારણ વધશે.
આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.37 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ
વેક્સિન નિર્માતાએ એક જ વેક્સિનના ત્રણ ભાવ નક્કી કર્યા
સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજ્ય સરકારો ઉપર સંકટ છે અને તેવામાં સામાન્ય વ્યક્તિએ કોરોના વેક્સિન માટે વધારે પૈસા ચૂકવવા પડશે. હાલમાં વેક્સિન નિર્માતા કંપનીએ રાજ્ય સરકારોને પ્રતિ ડોઝ 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયાના ભાવે વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. સામાન્ય લોકોને આ કિંમત મોંઘી પડશે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય વેક્સિન દિવસ નિમિત્તે અમદાવાદમાં ત્રણ પેઢીએ એક જ સાથે રસીકરણ કરાવ્યું
રાહુલ ગાંધીએ પણ ટ્વિટર પર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી
સોનિયા ગાંધી પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વિટ કર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન છે, પરંતુ સતત દુઃખદ સમાચાર સાંભળી રહ્યા છે. ભારતમાં સંકટ ફક્ત કોરોના નહીં, પરંતુ કેન્દ્ર સરકારની નીતિઓ લોકોની વિરુદ્ધ છે.