ETV Bharat / bharat

સોનિયા ગાંધી આજે કોંગ્રેસના લોકસભા સાંસદોની વર્ચુઅલ બેઠકની કરશે અધ્યક્ષતા - કોંગ્રેસે ચોમાસું સત્ર

કોંગ્રેસ સંસદીય પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની વર્ચુઅલ મીટિંગને સંબોધન કરશે. ચોમાસું સત્રની વ્યૂહરચના બનાવવા માટે કોંગ્રેસે દ્વારા લોકસભાના સાંસદોની બેઠક બોવવામાં આવી છે.

સોનિયા ગાંધી આજે કોંગ્રેસના લોકસભા સાંસદોની વર્ચુઅલ બેઠકની કરશે અધ્યક્ષતા

author img

By

Published : Jul 18, 2021, 9:42 AM IST

  • 18 જુલાઇના રોજ કોંગ્રેસના લોકસભાના સાંસદોની વર્ચુઅલ બેઠક યોજાશે
  • આ સભાને કોંગ્રેસ સંસદીય પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધન કરશે
  • ચોમાસું સત્ર આગામી સપ્તાહથી શરૂ

નવી દિલ્હી: આવતીકાલે કોંગ્રેસના લોકસભાના સાંસદોની વર્ચુઅલ બેઠક યોજાવાની છે, ત્યારે આ સભાને કોંગ્રેસ સંસદીય પાર્ટી (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધન કરશે. સંસદનું ચોમાસું સત્ર આગામી સપ્તાહથી શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઇને કોંગ્રેસે ચોમાસું સત્રમાં મોદી સરકારને રાખવા વ્યૂહરચના બનાવવા માટે લોકસભાના સાંસદોની બેઠક બોલાવી છે. આ વખતે કોંગ્રેસ ઘણા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ગૃહમાં મોદી સરકારને ઘેરી લેવા કોંગ્રેસ વિરોધી પક્ષોનો પણ સંપર્ક કરી રહી છે. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન અન્ય પક્ષો સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: 19 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?

વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકારાર

કોરોનાના બીજા લહેર અને રસીકરણની ધીમી ગતિ, મઘવારી મુદ્દો, ખેડૂતો આંદોલન, રાફેલની જેપીસી તપાસ, ડીલ-પેટ્રોલના વધતા ભાવ, કૃષિ કાયદો અને સરહદના પ્રશ્નો આ મુદ્દાઓને લઇને વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકારાર થઇ શકે છે.

અર્થવ્યવસ્થાની સ્થિતિ

કોરોનાની અસર દેશના બધા ક્ષેત્ર પર પડી છે. સરકાર બધા ક્ષેત્રોમાં રાહત આપવા માટે અને સ્થિતિ સુધારવા માટે રાહત પેકેજ પણ લાવી હતી. આપણી GDP ચાર દશકમાં પહેલી વાર આટલી સંકુચિત થઈ છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકાર ઘેરી શકે છે.

ભારત અને ચીન વિવાદ

ભારત અને ચીન વચ્ચે વિવાદ શાંત થઈ ગયો છે, કારણ કે બંન્ને પક્ષ પોંગયોંગ ત્સો અને ગલવાન ઘાટીના સંઘર્ષ બિંદુ પરથી હટી ગયા છે. પણ ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિગ્સ પરથી ચીન હટવા માટે આનાકાની કરી રહ્યું છે. એવામાં ખબર આવી હતી કે ભારતે 50,000 સૈનિકોને ચીન સીમાં પર પાછા ખડક્યા છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકારને તીખા સવાલ કરી શકે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં કર્યુ સંબોધન

કાશ્મીરમાં ભારતીય બળો પર પહેલો હાઈબ્રિડ હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓએ પહેલી વાર ભારતીય વાયુ સેના બેઝ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપોયગ કર્યો હતો. આ કારણે ખીણમાં અને મુખ્યભૂમીમાં ભારતીય સૈનિકો માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. વિપક્ષ આસમાની આ નવી આફત વિશે સરકારની તૈયારીઓ વિશે પૂછી શકે છે.

કોરોના સંકટ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે

કોરોના સંકટ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર 26 દિવસ ચાલશે, જેમાં ફક્ત 19 દિવસ કામ થશે. આ દરમિયાન 19 બેઠકો થશે અને કોરોના નિયમનું પણ પાલન કરવામાં આવશે. સંસદમાં 24 કલાક આરટી-પીસીઆર સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સત્રમાં સરકાર દ્વારા 17 નવા બીલ રજૂ કરવામમાં આવનારા છે.

આ પણ વાંચો: ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ, આ બિલો થશે રજૂ

મોદી સરકાર દ્વારા 18 જુલાઇના રોજ બેઠક બોલાવવામાં આવશે

મોદી સરકાર દ્વારા સંસદના ચોમાસુ સત્ર પૂર્વે આવતીકાલે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. ચોમાસું સત્ર પહેલા 18 જુલાઇ એટલે કે આવતીકાલે કેન્દ્રની મોદી સરકાર અને વિપક્ષની કોંગ્રેસે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.