ઝારખંડ : એક પુત્રએ પોતાની માતાનો મૃતદેહ ઘરમાં રાખીને ખુદના લગ્ન કરવા માટે મંદિરમાં પહોચ્યો(son left mother body at home and reached temple to get married) હતો. આ ચોંકાવનારી ઘટના ધનબાદ જિલ્લાની(A unique marriage case came up in Jharkhand) છે. જ્યારે આ સમગ્ર ઘટનાનું સત્ય બધાની સામે આવ્યું ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા અને લોકોની આંખો હર્ષથી ભિની થઇ ગઇ હતી. પુત્ર ઓમે પોતાની માતાનું વચન પાળવા આ કદમ ઉઠાવ્યું હતું. ઓમ કુમારે પોતાની માતાના મૃતદેહને ઘરમાં રાખીને મંદિરમાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો - Amarnath Cloudburst : અમરનાથમાં ફસાયેલા યાત્રાળુઓનું આવી રીતે કરાયું રેસ્ક્યું
માતાની ઇચ્છા પૂર્ણ કરવા પુત્રએ ઉઠાવ્યું કદમ - માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા પુત્રએ માતાના મૃતદેહને ઘરમાં રાખીને મંદિરમાં જ લગ્ન કર્યા હતા. આ પછી દંપતિ ઘરમાં રાખેલ માતાના મૃતદેહના આશિર્વાદ લેવા માટે આવ્યું હતું. આશિર્વાદ લિધા બાદ વિઘિવત રીતે માતાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, BCCL કાર્યકર બૈજનાથ તુરીના પુત્ર ઓમ કુમારના લગ્ન બોકારો પેટરવાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉતાસારામાં રહેતા મનોજ તુરીની પુત્રી સરોજ તુરી સાથે નક્કી થયા હતા. 10 જુલાઈએ બંનેના ધામધૂમથી લગ્ન થવાના હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી બીમાર રહેતા ઓમની માતાનું ગુરુવારે મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
આ પણ વાંચો - યુવક સાથેનો મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આ હતી માતાની અંતિમ ઇચ્છા - નિધન બાદ પુત્ર ઓમ તેની માતાના મૃતદેહને ઘરે લાવ્યો હતો. મૃતદેહને ઘરમાં રાખીને માતાની ઇચ્છા પ્રમાણે ઓમે સરોજ સાથે નજીકના શિવ મંદિરમાં લગ્ન કર્યા હતા. મંદિરમાં પણ લોકોની ભીડ જામી હતી. પુત્ર ઓમ અને પુત્રવધું સરોજે ઘરે પહોંચી માતાના મૃતદેહનો હાથ ઊંચકીને તેમના આશિર્વાદ લિધા હતા. ઓમનું કહેવું છે કે, તેની માતાની ઈચ્છા હતી કે તેની માતા તેના લગ્ન જોવા માંગે છે. તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હતું.