ETV Bharat / bharat

આજે 45 મિનિટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને X Pro ખોટકાઈ ગયા હતા, યૂઝર્સ પરેશાન - યૂઝર્સ પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને X Pro ગુરુવારે 45 મિનિટ માટે ખોટકાઈ ગયા હતા. યૂઝર્સે આ પ્લેટફોર્મ કામ નથી કરી રહ્યું અને મેસેજીસ નથી મળી રહ્યા તેવી ફરિયાદો કરી હતી. Social Media Platform X X Pro elan Musk

આજે 45 મિનિટ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને X Pro ખોટકાઈ ગયા હતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 2:38 PM IST

હૈદરાબાદઃ એલન મસ્કના માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને X Pro ગુરુવારે 45 મિનિટ માટે ખોટકાઈ ગયા હતા. થોડાક સમય ઈનએક્ટિવ થયેલા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરીથી એક્ટિવ થઈ ગયા છે.

X જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું તેમાં સવારે 11.00 કલાકે ટેકનીકલ ફોલ્ટ જોવા મળ્યો હતો. વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં રેગ્યૂલર જોવા મળતી સ્ક્રીનને બદલે "Welcome to your timeline" મેસેજ જોવા મળ્યો હતો.

વેબસાઈટના ડાઉન ડીટેક્ટર અનુસાર 64 ટકા યૂઝર્સે આ પ્રોબ્લેમ વિશે રિપોર્ટ કર્યો હતો. જેમાંથી 29 ટકા યૂઝર્સે વેબસાઈટ અને 7 ટકા યૂઝર્સે સર્વર કનેકશનની ફરિયાદ કરી હતી.

ભારતમાં Xના યૂઝર્સ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પટના, કોલકતા, હૈદરાબાદ, બેંગાલુરુ અને ચેન્નાઈમાં મોટાપ્રમાણમાં છે.

મોટાભાગના યૂઝર્સે આ પ્રોબ્લેમનો રિપોર્ટ કર્યો હતો અને પ્રશ્ન પુછ્યો હતો કે, "Anyone else having problems with Twitter? Glitches ?" યૂઝર્સને પોતે કરેલા ટ્વિટ્સ અને અન્ય યૂઝર્સના ટ્વિટ્સ જોવા મળતા નહતા. યૂઝર્સે પછીથી વાંચવા માટે જે આર્ટિકલ્સને બૂકમાર્ક કર્યા હતા તે પણ સ્ક્રીન પર જોવા મળતા નહતા. એક યૂઝર્સે લખ્યું કે આ પાગલપન છે.

બીજા એક યૂઝર્સે મોબાઈલમાં X કામ ન કરતું હોવાનું જણાવ્યું અને શું અન્ય યૂઝર્સને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તેવું પુછ્યું હતું. અન્ય એક યૂઝર્સે લખ્યું કે, હું અન્ય કોઈના રિપ્લાય્સ જોઈ શકતો નથી, શું હું ટ્વિટર જેલમાં છું ? શું દરેક યૂઝર્સને આ સમસ્યા નડી રહી છે ? ટ્વિટર ડાઉન અથવા ડેમેજ થઈ ગયું છે ?

  1. મનને સ્વસ્થ રાખવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો...
  2. યહૂદી વિરોધી વિવાદ બાદ એલોન મસ્ક ઇઝરાયલની મુલાકાત લેશે, વડાપ્રધાન નેતન્યાહુને મળશે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.