- ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
- ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે
- ભારે વરસાદના કારણે 45 લોકોના મોત
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. અહીં અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. દહેરાદૂનમાં તેઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે.
ઉત્તરાખંડ ભારે વરસાદને કારણે જાનહાનિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, 'ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જાનહાનિના થઈ આ જોઈને દુ:ખ થયું. ઈજાગ્રસ્તોને જલ્દીથી સાજા કરો, અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. '
આ પણ વાંચોઃ PM Modi આજે વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO, નિષ્ણાતો સાથે વાતચીત કરશે
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી