- છિંદવાડામાં એક ભયાનક માર્ગ અકસ્માત
- માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત,2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
- એકનું સાવરવાર દરમિયાન મોત
છિંદવાડા (મધ્યપ્રદેશ) : જિલ્લાના બેતુલ રીંગ રોડ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકની હાલત ગંભીર છે. આ તમામ 8 લોકો કારમાં નાગપુરથી ઉમરેઠ (Nagpur To Umreth) જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. ડીએસપી સુદેશ સિંહે આ અંગે માહિતી આપી છે.
કારમાં 8 લોકો સવાર હતા, 5 લોકોના મોત
છિંદવાડા-બેતુલ રોડ (Chhindwara Road Accident) પર રીંગ રોડ પાસે પાછળથી એક આયશર ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જિલ્લા હોસ્પિટલમાં (District Hospital) મોત થયું હતું, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 લોકોની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : કેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?
તમામ લોકો નાગપુરથી ઉમરેઠ જઇ રહ્યા હતા
ટ્રાફિકના ડીએસપી સુદેશ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો નાગપુરથી ઉમરેઠ સ્વિફ્ટ કારમાં જઈ રહ્યા હતા, જેમાં 5 બાળકો અને એક મહિલા સહિત 8 લોકો સવાર હતા. આ ઘટના ગુરુવારે સાંજે 7:45 વાગ્યે બની હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યા તબીબે 6 લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. ડીએસપીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન પાછળથી સંપૂર્ણપણે દબાઇ ગયું હતું.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ,આજે ઈંગ્લેન્ડ સાથે 5 મી ટેસ્ટ મેચ