- ભાજપ, જેજેપી અને કોંગ્રેસે પોતપોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો
- JJPએ ધારાસભ્યોને સરકારની તરફેણમાં મત આપવા વિનંતી કરી
- ગૃહના નેતાની પરવાનગી લીધા વગર કોઈ પણ ગૃહ છોડશે નહીં
હરિયાણા: વિધાનસભા કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા કર્યા બાદ મતદાન કરશે. આ અંગે ભાજપ, જેજેપી અને કોંગ્રેસે પોતપોતાના ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યો છે. વ્હિપમાં તમામ પક્ષોએ ધારાસભ્યોને કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી ગૃહમાં રહેવા જણાવ્યું છે. કોંગ્રેસે નવા કૃષિ કાયદાના વિરોધમાં રાજ્યની ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે.
આ પણ વાંચો: ખેડૂત આંદોલનનો 79મો દિવસ, કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે
સવારે 10 વાગ્યે ગૃહમાં હાજર રહેવું પડશે
ભાજપ, જેજેપીએ તેના તમામ ધારાસભ્યોને સરકારની તરફેણમાં મત આપવા વિનંતી કરી છે. ભાજપના ચીફ વ્હિપ કંવર પાલ, જેજેપીના ચીફ વ્હિપ અમરજીત ધંડા અને કોંગ્રેસના ચીફ વ્હિપ બીબી બત્રા દ્વારા વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. બીજેપીએ પોતાના ધારાસભ્યોને કહ્યું છે કે, ગૃહના નેતાની પરવાનગી લીધા વગર કોઈ પણ ગૃહ છોડશે નહીં. ગૃહમાં મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો યોજાવાના છે. મતદાન દરમિયાન દરેકને સરકારની તરફેણમાં મત આપવો પડશે. જેજેપીએ તેના ધારાસભ્યોને ગૃહ નહીં છોડવાની તેમજ અવિશ્વાસની દરખાસ્ત સામે મત આપવા પણ સૂચના આપી છે. બત્રાએ કહ્યું હતું કે, કોઈ પણ ધારાસભ્ય વિપક્ષની મંજૂરી વિના ગૃહની બહાર નહીં જાય. બધા અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપશે. દરેક વ્યક્તિએ સવારે 10 વાગ્યે ગૃહમાં હાજર રહેવું જોઈએ.
આ પણ વાંચો: શીખ સંતે ગોળી મારી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું - 'ખેડૂતોના હાલ જોઈ દિલ દુભાઈ છે'
88 ધારાસભ્યોમાંથી સરકારને 45ની જરૂર
વિધાનસભામાં હાલમાં 88 સભ્યો છે. અભય ચૌટાલાના રાજીનામાથી એલેનાબાદ બેઠક ખાલી પડી ગઈ છે. કાલકાના ધારાસભ્ય પ્રદીપ ચૌધરીને એક કેસમાં ત્રણ વર્ષની સજા ફટકાર્યા બાદ તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આને કારણે કાલકા બેઠક પણ ખાલી છે. આવી સ્થિતિમાં, ગઠબંધન સરકારને બહુમતી માટે 45ની આંકડાની જરૂર છે.