ETV Bharat / bharat

Cruise Drugs Case: આર્યન ખાનને SITનું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયો - ક્રુઝ ડ્રગ્સ કેસમાં SIT

ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) SITએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સમન્સ(SIT Summons Aryan Khan) જાહેર કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે, SIT આ મામલે પૂછપરછ કરશે. આ કેસમાં NCB અધિકારીઓ પર લાંચ માંગવાનો આરોપ છે.

SIT summons Aryan Khan in Mumbai cruise drugs case

author img

By

Published : Nov 7, 2021, 5:30 PM IST

Updated : Nov 7, 2021, 5:41 PM IST

  • આર્યન ખાનને NCBની SITએ સમન્સ મોકલ્યું
  • આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવાયો
  • NCBની વિશેષ તપાસ ટીમ 6 કેસોની તપાસ કરી રહી છે

મુંબઈ, મહારાષ્ટ્ર : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCBની SIT દ્વારા સમન્સ (SIT Summons Aryan Khan) પાઠવવામાં આવ્યું છે. SITએ આજે રવિવારે ​​જ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) પૂછપરછ માટે બોલાવ્યો છે. NCBની વિશેષ તપાસ ટીમ જે 6 કેસોની તપાસ કરી રહી છે, તેમાં તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ સમયે આર્યન ખાનને આજે બોલાવવામાં આવ્યો છે.

સમીર ખાનને પણ પૂછપરછ માટે સમન્સ

NCBની SITએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. SIT જે છ કેસોની તપાસ કરી રહી છે, તે તમામ લોકોને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ NCB ટીમ પણ ક્રૂઝ પર ગઈ હતી અને ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો. ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટને પણ NCBની SIT દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યો છે.

આર્યન ખાન જામીન પર બહાર

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન હાલમાં ડ્રગ કેસમાં જામીન પર બહાર છે. NCB દ્વારા 2 ઓક્ટોબરની રાત્રે કોર્ડેલિયા ક્રુઝમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી અને બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Last Updated : Nov 7, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.