સિંગાપોર: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની પીવી સિંધુએ (PV Sindhu creates history) રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની વાંગ ઝી યીને ત્રણ ગેમની ફાઇનલમાં હરાવીને સિંગાપોર ઓપન બેડમિન્ટન સુપર 500 ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું (PV Sindhu wins Singapore Open title) હતું. સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં પોતાનું સંયમ જાળવી રાખ્યું હતું, કારણ કે તેણે એશિયન ચેમ્પિયનશિપ ચેમ્પિયન (Asian Championship Champion) 22 વર્ષીય ચાઇનીઝને 21-9, 11-21, 21-15થી હરાવી હતી.
આ પણ વાંચો : સિંધુએ હાનને રોમાંચક મુકાબલામા હરાવી સેમી ફાઇનલમાં કર્યો પ્રવેશ
કોમનવેલ્થ ગેમ્સમાં પડકાર : ટાઇટલ જીતવાથી સિંધુનો આત્મવિશ્વાસ વધશે, જે 28 જુલાઈથી બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. વર્તમાન સિઝનમાં સિંધુનું આ ત્રીજું ટાઈટલ છે. તેણે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપન તરીકે બે સુપર 300 ટુર્નામેન્ટ જીતી હતી. સિંધુએ ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સિવાય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
આ પણ વાંચો : ISSF વર્લ્ડ કપ ચાંગવોનમાં ભારતના ઐશ્વરીએ શાનદાર પ્રદર્શન કર્યું...