નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે સોમવારે કહ્યું કે સામાન્ય સ્પર્શને પેનિટ્રેટિવ યૌન અપરાધ એટલે કે સગીરના શરીર સાથે છેડછાડ ન ગણી શકાય. ન્યાયાધીશ અમિત બંસલની બેન્ચે કહ્યું કે પોક્સો કાયદા અંતર્ગત પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ એક અલગ પ્રકારનો ગુનો છે.
આ સાથે કોર્ટે આરોપીને 6 વર્ષની બાળકીના અંગત અંગોને સ્પર્શ કરવા બદલ એગ્રેવેટિડ પેનટ્રેટિવ યૌન અપરાધમાં દોષી ગણવાના ચુકાદાને રદ કરી દીધો હતો. જો કે કોર્ટે કાયદા અંતર્ગત એગ્રેવેડિટ યૌન અપરાધ માટે આરોપીને દોષી ગણવા અને 5 વર્ષની કેદની સજાના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો.
હાઈ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાની વિરુદ્ધ દોષીની અપીલ પર સુનાવણી કરતા જણાવ્યું કે, પોક્સો અધિનિયમની કલમ 3(સી)ના અવલોકનથી ખબર પડે છે કે, પેનિટ્રેટિવ યૌન અપરાધ માટે આરોપીએ બાળકી સાથે પેનિટ્રેશન માટે બાળકીના શરીર સાથે છેડછાડ કરવી પડત. દિલ્હી હાઈ કોર્ટે આદેશમાં કહ્યું કે સ્પર્શ કરવાના સામાન્ય કૃત્યને પોક્સોના 3(સી) કલમ અંતર્ગત છેડછાડ ગણી શકાય નહીં.
નીચલી અદાલતે આરોપીને ઈન્ડિયન પીનલ કોડની 2020ની 376મી કલમ અંતર્ગત બળાત્કાર અને પોક્સોની કલમ 6(ગંભીર પ્રવેશાત્મક યૌન ઉત્પીડન) અંતર્ગત દોષી ઠેરવ્યો હતો. ન્યાયાધીશ બંસલે ચુકાદો આપ્યો કે પોક્સો કાયદાની કલમ 6 અંતર્ગત ગુનો સાબિત નથી થતો, પણ કલમ 10 અંતર્ગત ગંભીર યૌન ઉત્પીડનનો અપરાધ સાબિત થયો છે.
દિલ્હી હાઈ કોર્ટે ચુકાદામાં સંશોધન કર્યુ અને અરજીકર્તાને પોકસો અધિનિયમની કલમ 10 અંતર્ગત દોષી ઠેરવ્યો હતો તેમાં 5 વર્ષનો કઠોર જેલવાસ અને 5,000 રુપિયાનો દંડ જેમનો તેમ રાખ્યો હતો. અદાલતે સમય સમય પર સગીરા પીડિતાના નિવેદનોમાં વિસંગતિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોઈ આરોપી પર દોષારોપણને સાબિત કરવા માટે તેના નિવેદનો માપદંડો અનુસાર હોવા જોઈએ.