ETV Bharat / bharat

સાવધાન ! આ સામાન્ય લક્ષણો સાથે તમે હોઇ શકો છો કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 21, 2021, 7:25 PM IST

કોરોનાની બીજી લહેર વચ્ચે એવા દર્દીઓ સામે આવી રહ્યાં છે કે જેઓ કોરોના પોઝિટિવ તો છે પણ તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ નથી જોવા મળ્યા તેઓ સામાન્ય લક્ષણ માનીને આંખ આડા કાન કરતાં રહ્યાં પણ જાણકારો માની રહ્યાં છે કે આ લક્ષણો સંક્રામક હોય શકે છે. જાણો કયા છે આ લક્ષણો અને જાણકારો શું કરવાની આપી રહ્યાં છે સલાહ વાંચો આ અહેવાલમાં

આ સામાન્ય લક્ષણો સાથે તમે હોઇ શકો છો કોરોના પોઝિટિવ

  • કોરોનાની બીજી લહેર છે વધારે ઘાતક
  • દર્દીઓમાં દેખાઇ રહ્યાં છે નવા લક્ષણો
  • કોઇ લક્ષણ દેખાય તો ડૉક્ટરની લેશો સલાહ

હૈદરાબાદ: કોરોનાની વેક્સિન આવી ગઇ છે, એક સમયે કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યાં હતાં એવું લાગી રહ્યું હતું કે કોરોના વાઇરસ સમાપ્ત થઇ ગયો છે પણ તે પહેલાં જ કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. જાણકારોનું માનીએ તો નવા આવતા કેસમાં 95 ટકા કેસમાં સંક્રમિતોને કોઇ જ લક્ષણ જોવા મળતા નથી. જે કોરોનાના ઝડપથી ફેલાવાનું એક મુખ્ય કારણ છે. બીજી તરફ લોકો સામાન્ય તાવ અને બીજી બિમારીઓના લક્ષણ સમજીને લક્ષણોની અવગણના કરે છે. જે કોરોના વાઇરસ વધવાના એક મુખ્ય કારણમાંથી એક છે. વાસ્તવમાં વાઇરસ આપણી જાણ બહાર શરીરને અસર કરી રહ્યો છે તેમાં એક મોટો સવાલ છે કે કોરોનાના સાચા લક્ષણો કયા છે. આપણા શરીરમાં એવા કેટલા ફેરફાર આવશે કે જેને આપણે ગંભીરતાથી લેવા જોઇએ ? આપણે કોરોના ટેસ્ટ માટે ક્યારે જવું જોઇએ ? આ સવાલોના જવાબ અંગે જાણીએ જાણકારોનું શું કહેવું છે.

શા માટે વધી રહ્યાં છે કોરોના સંક્રમણના કેસ ?

જેમનામાં કોરોના વાઇરસના લક્ષણ નથી અને જન્મથી તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તો કોરોના વાઇરસ સામાન્ય રીતે નથી પણ કેટલાક લોકોમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણ જોવા મળે છે. કેટલાક લોકો આ લક્ષણો દેખાતા તેને સામાન્ય ગણીને અવગણે છે. કેટલાક લોકો સંક્રમણની ગંભીરતા અંગેની ચિકિત્સકોના દાવાને અવગણે છે. આ ત્રણ કારણો રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે છે. જો કે જાણકારોએ કોરોનાના લક્ષણ અંગે જણાવ્યું છે.

આંખોનું લાલ થવું

સામાન્ય રીતે આંખોનું લાલ થવું, સુજી જવું, આંખમાંથી પાણી નિકળવું આ એલર્જીના લક્ષણો માનવામાં આવે છે. આ લક્ષણોને તાવ અથવા શરદી થઇ હોય તે વખતના સામાન્ય સમજીને તેને અવગણવામાં આવે છે પણ જાણકારોનું માનીએ તો માથાના દુખાવા સાથે જો આંખો લાલ થઇ જતી હોય તો કોવિડ-19ના લક્ષણ તરીકે જોઇ શકાય છે. આથી જો આવા લક્ષણ હોય તો તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે.

આંખોનું લાલ થવું
આંખોનું લાલ થવું

ભૂલવાની ટેવ

ઘણા વૈજ્ઞાનિક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસ ફક્ત ફેફસા પર જ અસર કરે છે તેવું નથી પણ તે શરીરના કોઇ પણ ભાગને અસર કરી શકે છે. મગજ પર પણ કોરોનાના નકારાત્મક અસરના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમકે પુરતું ધ્યાન ન આપી શકવું, ભુલી જવું, ચિંતા થવી જેવા લક્ષણો હોય તો તે ચિંતાનું કારણ બની શકે છે જાણકારો આ લક્ષણો પર સાવધાન રહેવાનું જણાવે છે.

વધુ વાંચો: શું કોવિડ-19ને કારણે લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડરનાં લક્ષણો વિકસે છે?

ભૂખ ન લાગવી

ભૂખન લાગવી અને કઇં ન ગમવું એ પહેલી દ્રષ્ટીએ સામાન્ય લાગે તેવી વાત છે પણ કોરોના સંક્રમણના સમયમાં ખાવા-પીવાની આદતોમાં થતા ફેરફારો પર સાવચેત રહેવાની જરૂર છે. ચીનમાં દર્દીને 48 ક્લાકમાં પેટની અલગ અલગ બિમારીઓના લક્ષણ જોવા મળ્યા હતાં. જેમકે ઝાડા થવા, પેટમાં દુખાવો, ગેસ થવો અને ભૂખ ઓછી લાગવી વગેરે જો આ પ્રકારના લક્ષણ હો તો પણ ટેસ્ટિંગ કરાવીને સારવાર શરૂ કરવું વધારે સારું રહેશે.

ભૂખ ન લાગવી
ભૂખ ન લાગવી

થાક લાગવો

ઘર અથવા ઑફિસમાં કામના કારણે થાક લાગવો એ સામાન્ય છે. એક કે બે દિવસમાં આ થાક ઉતરી જાય છે પણ લાંબો સમય સુધી લાગતો થાક અને આળસ ગંભીર રોગનું લક્ષણ હોઇ શકે છે. જો આવા લક્ષણ દેખાતા હોય તો ઝડપથી તમારા ડૉક્ટરને બતાવશો અને તેમની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવશો. ફક્ત દર્દીઓમાં જ નહીં કોરોના ઠીક થયા પછી પણ દર્દીઓને ઘણા મહિનાઓ સુધી આ અશક્તિ જોવા મળે છે. આથી જો પ્રકારના લક્ષણ હોય તો ઝડપથી ડૉક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો.

આ લક્ષણો ઉપરાંત તો તાવ, સૂકી ઉઘરસ, છાતીમાં અકડામણ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે કોરોનાનું લક્ષણ હોઇ શકે છે.

વધુ વાંચો: ઓબેસ અને ઓવરવેઇટ ધરાવતા લોકોને કોવિડ થવાની શક્યતા વધારે: અભ્યાસ

શંકા છે તો ટેસ્ટ કરાવો

એન્ટીબૉડી ટેસ્ટથી તમે જાણી શકશો કે તમે કોરોના પોઝિટિવ છો કે નહીં. લોહીની તપાસથી એન્ટીબોડી વિશે જાણી શકાશે. કોઇ પણ વ્યક્તિને કોરોના થાય તો તેના શરીરની રોગપ્રતિકાર શક્તિ શરીરમાં એન્ટીબૉડી બનાવશે. તો શરીરમાં રહેલી એન્ટીબૉડીની સ્થિતિ દર્શાવશે કે વ્યક્તિ કોરોના પૉઝિટિવ છે. એન્ટીબૉડી કેટલા દિવસ સુધી સુરક્ષા આપશે તે નિશ્ચિત નથી. કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે કે એન્ટીબૉડીવાળા લોકોમાં ફરી સંક્રમિત થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.

સરવાળે કહીએ તો જાણકારો લોકોને વિનંતી કરે છે કે પસ્તાવાની જગ્યાએ સાવધાન રહીને સુરક્ષિત રહેવામાં સમજદારી છે. લક્ષણોને અવગણવાની જગ્યાએ એવું જ માનીને ચાલો કે તમે કોરોના સંક્રમિત થઇ ચુક્યા છો. જે બાદ તમે લીધેલી સાવધાની તમારી અને તમારા આસપાસના લોકોનું સુરક્ષા કવચ બની શકે છે. જાણકારો એવું પણ જણાવે છે કે જો આ લક્ષણો દેખાતા હોય તો ડરીને ટેસ્ટ કરવા જવાની જગ્યાએ તમારા ડૉક્ટરની સલાહ લો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.