શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી હતી કે, શોપિયાના જૈનપોરા વિસ્તારના બુડીગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સેનાની 44 રાષ્ટ્રીય રાઈફલ્સ, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો - Deadly attack on former MLA : નૈનીતાલમાં પૂર્વ ધારાસભ્ય સંજીવ આર્ય પર જીવલેણ હુમલો
ચાર આતંકવાદીઓને કર્યા ઠાર - સર્ચ ઓપરેશન દરમિયાન, રહેણાંક વિસ્તારના એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના કારણે સામ સામે ગોળી બાર થયો હતો. જેમાં ચાર આતંકવાદીઓનો ખોતમો બોલાવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. હુમલા વિશે વિગતો આપતા, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બડીગામ ગામમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દળોની સંયુક્ત ટીમ સંદિગ્ધ સ્થળ તરફ આગળ વધી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પછી અથડામણ થઈ. અત્યાર સુધીમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા 54 આતંકીઓને ઠાર કર્યા છે.
આ પણ વાંચો - Crime In Delhi: વૈવાહિક વિખવાદના કારણે માતાએ 3 મહિનાની બાળકીને ઉતારી મોતને ઘાટ
આર્મીનું વાહન ક્રેશ, 2ના શહિદ - શોપિયાં જિલ્લામાં સેનાના જવાનોને લઈ જતી સુમો કાર ક્રેશ થઈ ગઈ છે. આ અકસ્માતમાં બે જવાન શહીદ થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘાયલોને શોપિયા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.